#DeshKaZee: ZEEL-Sony ડીલ વિરુદ્ધ ચીનનું મોટું ષડયંત્ર, કોર્પોરેટ જૂથના હાથમાં Invesco નું રિમોટ, સમજો આખી કહાની
ZEEL વિરુદ્ધ ષડયંત્ર પાછળ ચીનનો હાથ હોવાનો સંકેત મળ્યો છે. ઈન્વેસ્કો તો ફક્ત પ્યાદુ છે, જે રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે બનાવામાં આવ્યું છે. ચીન દ્વારા કોઈ મોટું કોર્પોરેટ જૂથ ZEEL ને કબજે કરવા માંગે છે.
ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (ZEEL) મામલે હવે ઈન્વેસ્કો પોતે જ સવાલોના ઘેરામાં ફસાતી જોવા મળે છે. ઈન્વેસ્કો પાસે તેનો કોઈ જ જવાબ નથી કે આખરે તે કોના ઈશારે કામ કરી રહી છે. પરંતુ ZEEL વિરુદ્ધ ષડયંત્ર પાછળ ચીનનો હાથ હોવાનો સંકેત મળ્યો છે. ઈન્વેસ્કો તો ફક્ત પ્યાદુ છે, જે રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે બનાવામાં આવ્યું છે. ચીન દ્વારા કોઈ મોટું કોર્પોરેટ જૂથ ZEEL ને કબજે કરવા માંગે છે.
#DeshKaZee સાથે ચીન વિરુદ્ધ મુહિમ
ઈન્વેસ્કો SONY પિક્ચર્સ સાથેની સારી એવી ડીલમાં અડિંગો જમાવવાની કોશિશ કરે છે, પરંતુ સવાલ એ છે કે આખરે ઈન્વેસ્કો કોનું મોહરું છે? આવા ઢગલો સવાલ છે જે ઈન્વેસ્કો અંગે ઉઠી રહ્યા છે. Zee Entertainment ના ફાઉન્ડર ડો.સુભાષ ચંદ્રાએ પોતે આ મુદ્દે ઈન્વેસ્કોને સવાલ કર્યા છે. ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે દેશહિતમાં બધાએ આગળ આવવું પડશે. #DeshKaZee પર ટ્વીટ કરીને તમે પણ ચીન વિરુદ્ધ આ મુહિમનો ભાગ બની શકો છો.
નક્કર બોર્ડ નહીં તો કેમ ફેરફાર ઈચ્છે છે ઈન્વેસ્કો?
ઈન્વેસ્કો પાસે ન તો નક્કર બોર્ડ પ્રસ્તાવ છે કે ન તો એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી સંલગ્ન કામકાજનો અનુભવ. સવાલ એ છે કે તો પછી ઈન્વેસ્કોની દાનત શું છે? એક બાજુ ઝી એન્ટરટેઈન્મેન્ટના હાલના બોર્ડમાં અલગ અલગ સેક્ટરમાં અનુભવી અને જાણીતા નામ સામેલ છે. જ્યારે બીજી બાજુ ઈન્વેસ્કોના બોર્ડમાં એવું કોઈ નામ નથી જેની પાસે મીડિયા અને એન્ટરેઈન્મેન્ટ સેક્ટરનો કોઈ મોટો અનુભવ હોય. તો પછી કયા આધારે તેમનું નામ રખાયું છે? ઈન્વેસ્કોએ પાદર્શકતા સાથે સામે આવવું જોઈએ.
સુભાષ ચંદ્રાના ઈન્વેસ્કોને સવાલ
ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના ફાઉન્ડર ડૉ. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra - Founder, Zee Entertainment Enterprises Limited) એ આ મામલે એક વીડિયો નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે "ZEEL વિશે જે પણ સવાલ છે તેના પર એટલું જ કહેવું જરૂરી છે કે ભલે આ કંપનીને પુનીત ગોયંકા ચલાવે, કે પછી બીજુ કોઈ ચલાવે. કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે તેને આગળ વધારી શકે અને શેરધારકોને પણ તેનો ફાયદો મળે. છેલ્લા લગભગ 30 વર્ષમાં મે આ કંપનીને લોહી-પરસેવાથી સીંચી છે કારણ કે, આજે મને તેનાથી કોઈ ફાયદો થશે, ન નુકસાન થશે. આ ઈન્ટરવ્યુ હું CNBC, મની કંટ્રોલના સાથીઓને પણ આપવા માંગતો હતો. પરંતુ તેઓ લેશે નહીં અને ચલાવશે પણ નહીં. કારણ કે તેમને પણ તેમા કોઈ અંગત ફાયદો જોવા મળી રહ્યો છે."
ZEEL મામલે પારદર્શક કેમ નથી ઈન્વેસ્કો
સુભાષ ચંદ્રાએ કહ્યું કે ઈન્વેસ્કો ખુબ સારા ઈન્વેસ્ટર છે. પરંતુ ZEEL મામલે તે પારદર્શકતાથી એ નથી જણાવતા કે તેને લઈને તેઓ શું કરશે. મેનેજમેન્ટ કોના હાથમાં આપશે. પુનીત ગોયંકાને હટાવવા માંગે છે તો હટાવી દે પરંતુ મેનેજમેન્ટ કોના હાથમાં આપશે તે જણાવતા કેમ નથી. શું ઈન્વેસ્કોએ કોઈ સાથે ડીલ કરી રાખી છે. બોર્ડમાં 6 ડાઈરેક્ટરના નામનો પ્રસ્તાવ આપ્યો છે તેમનું બેકગ્રાઉન્ડ શું છે? શું તેમનો કોઈ X કંપની સાથે સંબંધ છે? શું કોઈ તેને લેવા માંગે છે? ઈન્વેસ્કોએ આ મામલે ખુલીને સામે આવવું જોઈએ. પછી શેરધારકોને નક્કી કરવા દો કે શું તેઓ ઈન્વેસ્કો સાથે જવા માંગશે કે પછી ZEEL-SONY ડીલ સાથે.
ઈન્વેસ્કોને મોટા સવાલ?
1. ઈન્વેસ્કો આખરે કોના ઈશારે કામ કરે છે?
2. ઈન્વેસ્કો પાછળ આખરે કોણ રચી રહ્યું છે ષડયંત્ર?
3. રોકાણકારોના હિતો વિરુદ્ધ કેમ છે ઈન્વેસ્કો?
4. કોઈ કોર્પોરેટ જૂથની કઠપૂતળી છે ઈન્વેસ્કો?
5. અનુભવ વગરના બોર્ડ મેમ્બર્સનો પ્રસ્તાવ કેમ આપ્યો?
6. ઈન્વેસ્કોને ફક્ત 18 ટકાની ચિંતા, બાકીનાનું શું?
7. જ્યારે પોતાનો કોઈ પ્લાન નથી તો પછી અડિંગો કેમ?
8. ઈન્વેસ્કો ફાઈનાન્શિયલ ઈન્વેસ્ટર છે કે પછી સ્ટ્રેટેજિક?
કોઈ કોર્પોરેટ જૂથના ઈશારે કામ કરે છે ઈન્વેસ્કો
ઈન્વેસ્કો ZEEL ના બોર્ડમાં ફેરફારની માગણી પર અડી છે. જો કે બોર્ડમાં અનુભવહીન સભ્યોને સામેલ કરવાની કોશિશ થઈ રહી છે. હવે આ કોના ઈશારે થઈ રહ્યું છે તેને લઈને ઈન્વેસ્કો તરફથી કોઈ પારદર્શકતા રાખવામાં આવી નથી. પુનીત ગોયંકાને MD-CEO પદેથી હટાવવા માંગે છે. પરંતુ એ નથી જણાવતી કે મેનેજમેન્ટ કોના હાથમાં આપશે. ઈન્વેસ્કોની આ દાનતથી સ્પષ્ટ થાય છે કે તે કોઈ મોટા કોર્પોરેટ જૂથના ઈશારે ZEEL પર કબજો જમાવવા માંગે છે.
શું છે ZEEL- સોની પિક્ચર્સની ડીલ
22 સપ્ટેમ્બરના રોજ ZEEL-સોની પિક્ચર્સના વિલયની જાહેરાત થઈ. આ જાહેરાત બાદ બજાર પણ ખુશ થયું અને ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ પણ તેને ગેમચેન્જર ગણાવી. વિલય બાદ બનનારી કંપનીમાં ZEEL ની ભાગીદારી 47.07% હશે જ્યારે સોની પિક્ચર્સની ભાગીદારી 52.93% હશે. સોનીએ પણ વિલય બાદ પુનીત ગોયંકાને જ એમડી અને સીઈઓ બનાવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી. સોની નવી કંપનીમાં 1.57 અબજ ડોલરનું રોકાણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube