શ્રીનગર :  જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને શનિવારે મોટી સફળતા મળી છે. કુલગામમાં શનિવારે સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં ખુંખાર આતંકવાદી જીનત ઉલ ઇસ્લામ સહિત બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. પોલીસે એક અધિકારીએ જણઆવ્યું કે, આતંકવાદીઓની હાજરીમાં ગુપ્ત માહિતી મળવા અંગે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કટપોરા વિસ્તારમાં શનિવારે સાંજે સુરક્ષાદળોએ ઘેરાબંધી કરીને શોધખોળ અભિયાન ચાલુ કર્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્મીએ જણાવ્યું કે, તલાશ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીઓ ચલાવી, જેનો સુરક્ષાદળોએ પણ મુંહતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં બે આતંકવાદીઓના ઠાર મરાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટના સ્થળ પરથી હથિયાર અને દારૂગોળો પણ  જપ્ત થયો છે. આર્મીના અનુસાર શોધખોળ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી હતી, જેનું બળે પણ મુંહતોડ જવાબ આપ્યો. 


આ ઘર્ષણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. અધિકારીએ જણાવ્યું કે, ઘટના સ્થળ પરથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત થયો છે. તેમણે જણાવ્યું કે, ઠાર મરાયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ ખુંખાર આતંકવાદી જીનત ઉલ ઇસ્લામ તરીકે થઇ છે જે અલ બદ્ર આતંકવાદી સમુહ સાથે જોડાયેલો હતો. બીજા આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે,  જીનતને આઇડીનો નિષ્ણાંત માનવામાં આવતો હતો અને તેઓ આ અગાઉ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો.