નવી દિલ્હી: કેરળમાં કોરોના સંક્રમણ બાદ ઝિકા વાયરસે માથું ઉચક્યું છે. 24 વર્ષની એક ગર્ભવતિ મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત જોવા મળી છે. બીજી બાજુ કોરોના સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે . કોરોનાની ત્રીજી લહેર પહેલા નવો વાયરસ પણ આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીમાં મળ્યો કપ્પા વેરિઅન્ટનો કેસ
ઉત્તર પ્રેદશના ગોરખપુરમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ કપ્પા મળી આવ્યા બાદ અલર્ટ જાહેર કરાઈ છે. આરોગ્ય વિભાગે સમગ્ર યુપીમાં અલર્ટ જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું ડેલ્ટા પ્લસની જેમ કપ્પા વેરિઅન્ટને પણ 'ચિંતાનો વિષય' ગણાવવામાં આવેલો છે. IANS ના રિપોર્ટ મુજબ 66 વર્ષની મહિલા કોરોના પોઝિટિવ હતી અને તે કપ્પા વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. આ મહિલાનું મોત થઈ ચૂક્યું છે. આ સિવાય પણ અન્ય એક કેસ જોવા મળ્યો છે. અધિકૃત નિવેદન બહાર પડ્યું તેના દ્વારા આ માહિતી સામે આવી છે. જો કે આ વેરિઅન્ટ રાજ્ય માટે નવો નથી. 


આ બાજુ ઉત્તરાખંડમાં ડેલ્ટા પ્લસનો પહેલો દર્દી મળ્યો છે. ઉધમસિંહ નગર જિલ્લાના દિનેશપુરમાં પહેલો કેસ મળ્યો છે. સંક્રમિત પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો. 


ટુરિસ્ટ પ્લેસ પર વધી લોકોની ભીડ
આ ડરામણા સમાચાર છતાં અનેક લોકો એવા છે કે જેમને પોતાના જીવની પરવા નથી કે બીજાના જીવનની પણ ચિંતા નથી. હાલાત થોડા સુધર્યા નથી કે ટુરિસ્ટ પ્લેસ પર લોકોની ભીડ વધી ગઈ છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવારે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ આ બેદરકારી અંગે સાવધ કર્યા અને કહ્યું કે એક પણ ભૂલ કોરોના વિરુદ્ધ લડતને નબળી પાડી શકે છે. 


સાવધાની અને સતર્કતા જરૂરી
નોંધનીય છે કે સાવધાની અને સતર્કતા દરેક જગ્યાએ જરૂરી છે કારણ કે જો તમે બેદરકાર રહ્યા તો મુસીબતને આમંત્રણ મળી શકે છે. આવી જ તસવીરો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહી છે. જમાં લોકોની બેજવાબદારી અને બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતી જોવા મળી રહી છે. મસૂરીના ટુરિસ્ટ સ્પોટ પર એક સાથે સંકડો લોકોની હાજરી દર્શાવે છે કે લોકો કેટલા  બેજવાબદાર બન્યા છે. 


મસૂરીના કેમ્પટી ફોલ પર્યટક સ્થળ પર ભારે સંખ્યામાં પહોંચી રહેલા પર્યટકોને જોતા જિલ્લા અધિકારી ઈવા આશીષ શ્રીવાસ્તવે આદેશ બહાર પાડતા કહ્યું કે કેમ્પટી ફોલ પહેલા ચેક પોસ્ટ લગાવવામાં આવશે. જ્યાં કોવિડ-19ને લઈને ચેકિંગ કરાશે. કેમ્પટી ફોલ વોટર પૂલમાં અડધા અડધા કલાકે 50-50 પર્યટકોને પ્રવેશવાની મંજૂરી અપાશે. 


આ સાથે જ પર્યટક સ્થળ પર હૂટરની પણ વ્યવસ્થા કરાશે જેથી કરીને 30 મિનિટ પૂરી થતા વોટર પૂલમાં ગયેલા પર્યટકો ત્યાંથી પાછા આવે અને અન્ય 50 પર્યટકો વોટર પૂલમાં પ્રવેશે એવો સંદેશ આપી શકે. 


ચોંકાવનારો વીડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube