તિરૂવનંતપુરમઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં હવે ઝીકા વાયરસની એન્ટ્રી થઈ છે. કેરલમાં ગુરૂવારે ઝીકા વાયરસના 13 કેસ સામે આવ્યા છે. તિરૂવનંતપુરમથી લીધેલા સેમ્પલને તપાસ માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી પુણે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની પુષ્ટિ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ઝીકા વાયરસ મચ્છર કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં સક્રિય હોય છે. આ પ્રથમવાર 1947માં યુગાન્ડાના વાંદરામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 1952માં યુગાન્ડા અને તાન્ઝાનિયામાં માનવોમાં જોવા મળ્યો હતો. ઝીકા વાયરસની હાજરી એશિયા, આફ્રિકા, અમેરિકા પેસિફિક આઇલેન્ડમાં જોવા મળી છે. 


આ પણ વાંચોઃ West bengal: 'દીદી'એ ઘરે જઈ 'દાદા'ને આપી જન્મદિવસની શુભેચ્છા, મુલાકાત બાદ ચર્ચાઓ શરૂ


ઝીકા વાયરસના ઇન્ક્યૂબેશન પીરિયડ (લક્ષમ દેખાવામાં લાગતો સમય) 3થી 14 દિવસનો હોય છે અને ઘણા લોકોમાં કોઈ વાસ્તવિક લક્ષણ જોવા મળતા નથી. કેટલાક લોકોમાં તાવ, ફોલ્લીઓ, માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો જોવા મળે છે. ઝીકા વાયરસ ગુલિયન બેરી સિન્ડ્રોમ પેદા કરવા માટે પણ જાણીતો છે. આ નવજાત બાળકોમાં જન્મજાત અસામાન્યતા પણ પેદા કરે છે. 


બ્રાઝિલમાં 2015માં ઝીકા વાયરસ મોટા પાયે ફેલાયો હતો, જેનાથી 1600થી વધુ બાળકોનો જન્મ કોઈ ખોટ સાથે થયો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીએ પ્રથમવાર નવેમ્બરમાં ઝીકા વાયરસને અલગ કરવામાં સફળતા મેળવી હતી. ભારતમાં પ્રથમવાર જાન્યુઆરી 2017માં ઝીકા વાયરસના કેસ મળ્યા હતા. ત્યારબાદ જુલાઈ 2017માં તમિલનાડુમાં તેના કેસ સામે આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube