ZIMAએ શરૂ કર્યો 9 મહિનાનો એક્સક્લુસિવ સર્ટિફિકેટ જર્નાલિઝમ પ્રોગ્રામ
9 મહિનાનાં આ પ્રોગ્રામમાં ન્યૂઝરૂમમાં 3 મહિનાની ઇન્ટર્નશીપનો પણ સમાવેશ થાય છે, જેમાં ZEE MEDIAની વિવિધ ચેનલ સાથે કામ કરવાનો અનુભવ મળશે
અમદાવાદ : ZIMA સ્કૂલ ઓફ જર્નાલિઝમે પોતાનાં નોએડા ખાતેનાં કેમ્પસમાં 9 મહિનાનો એક એક્સક્લુસિવ સર્ટિફિકેટ જર્નાલિઝમ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આ કોર્સ ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડ (જેડએમસીએલ)નાં સહયોગથી સંચાલિત કરવામાં આવશે. અહીં પત્રકારત્વના કોર્સમાં સફળ થનારા વિદ્યાર્થીઓને ZEE MEDIA-DNAના ચેનલ્સમાં પ્લેસમેન્ટ માટેની સુવર્ણ તક પણ મળશે. 9 મહીનાનાં આ પ્રોગ્રામમાં ન્યૂઝરૂમમાં 3 મહિનાની ઇન્ટર્નશિપનો પણ સમાવેશ થાય છે જે દરમિયાન વિદ્યાર્થીને સ્ટાઇપેન્ડ પણ ચુકવવામાં આવશે.ઉપરાંત વિદ્યાર્થી ઇચ્છે તો એસ્સેલ ફાઇનાન્સ દ્વારા તેને એજ્યુકેશન લોન પણ આપવામાં આવશે.
જો કે ખુબ જ કડક પ્રક્રિયા દ્વારા યોગ્યતાની ચકાસણી કર્યા બાદ જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અંગ્રેજી, હિંદી અને અન્ય ઘણી ક્ષેત્રીય ભાષાનાં ન્યૂઝ આધારિત લેખીત ટેસ્ટ, લાઇવ વીડિયો શોટનો પણ સમાવેશ થાય છે. અંતમા ઝી મીડિયા – ડીએનએનાં વરિષ્ઠ સંપાદકો દ્વારા ઇન્ટર્વ્યુ પણ લેવામાં આવશે.
શિક્ષણને આ પ્રકારે ડિઝાન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ મલ્ટી ફોર્મેટ, બહુભાષી પત્રકાર સ્વરૂપે તૈયાર થશે અને મીડિયાના નવા ટ્રેન્ડ અને ટેક્નોલોજીશી પ્રશિક્ષિત કરવામાં આવી શકે. તેમાં આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ થાય છે. નોએડા પરિસરમાં બેચ શરુ થઇ ચુકી છે. આ જ પ્રકારનો કોર્સ મુંબઇમાં પણ સંચાલિત થશે.
જી મીડિયા કોર્પોરેશન લિમિટેડ (ZMCL)નાં મુખ્ય માનવ સંસાધન અધિકારી સુશીલ જોશીએ કહ્યું કે, અમે કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની કસોટીઓ મુદ્દે ખુબ જ સ્પષ્ટ છીએ અને અમારે માત્ર એવા લોકોની પસંદગી જ કરવાની છે જેમનું પત્રકારત્વ તરફ સ્વાભાવિક વલણ હોય. જેથી અમે તેની પ્રતિભાને ઘૂંટી શકીએ. આ કોર્સને ખુબ જ પ્રાયોગીક અને વ્યવહારીક સ્વરૂપે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
જે કોઇ પણ વ્યક્તિ કોર્સમાં પ્રવેશ માટે ઇચ્છુક હોય તેઓ
yogesh.lad@zeemedia.esselgroup.com/diana.chettiar@dnaindia.net
નો સંપર્ક કરી શકે છે.