38 પત્ની અને 89 બાળકોના પિતા ઝિઓના ચાનાનું નિધન, સૌથી મોટા પરિવારના હતા મુખિયા
Mizoram Latest News: ઝિઓના ચાનાનું રવિવારે મિઝોરમના બકટાવંગ તલંગનુમ ગામમાં નિધન થઈ ગયું. તેમની પાછળ 38 પત્નીઓ અને 89 બાળકો છે.
નવી દિલ્હીઃ મિઝોરમમાં 38 પત્નીઓ અને 89 બાળકોની સાથે વિશ્વના સૌથી મોટા પરિવારના મુખિયા ઝિઓના ચાનાનું 76 વર્ષની ઉંમરે નિધન થયુ છે. મુખ્યમંત્રી ઝોરમથાંગાએ આ જાણકારી આપી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યુ- મિઝોરમ અને બકટાવંગ તુલંગનુમમાં તેમનું ગામ તેમના પરિવારને કારણે રાજ્યમાં એક મુખ્ય પર્યટક આકર્ષણ બની ગયું છે.
જાણકારી પ્રમાણે જિઓના ચાનાનો પરિવાર 100 રૂમવાળા ચાર માળના મકાનમાં રહે છે. તે આત્મનિર્ભર છે. મોટાભાગના સભ્ય કોઈને કોઈ વેપારમાં લાગેલા છે. તેમણે સત્તાવાર કેરોડ્માં, રાજ્યમાં કોંગ્રેસ સરકારની ગરીબ સમર્થક નવી ભૂમિ ઉપયોગ નીતિ હેઠળ યોજનાઓનો સૌથી સારો ઉપયોગ કર્યો છે. હકીકતમાં તેમના પરિવારમાં આશરે 200 લોકો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube