• એશિયાની સૌથી ઉંચી ટનલ

  • જોજિલા ટનલ, ભારતની શાન

  • 3 કલાકની સફર 15 મિનિટમાં થશે પૂરી

  • લેહ-લદાખનો સંપર્ક આખું વર્ષ રહેશે

  • સેનાને કારગિલ સુધી પહોંચાડી શકાશે રાશન

  • 2020માં શરૂ કરવામાં આવ્યું હતું ટનલનું કામ


Zojila Tunnel: માઈનસ 45 ડિગ્રી તાપમાનમાં ભારતીય સેનાની લાઈફલાઈન બનશે આ ટનલ... અટલ ટનલ બાદ હવે વધુ એક ટનલનું કામકાજ તેના અંતિમ તબક્કામાં છે... આ ટનલ તૈયાર થતાં જ 3 કલાકનો રસ્તો માત્ર 15 મિનિટમાં કાપી શકાશે.... જેનાથી લેહ-લદાખ આખું વર્ષ જઈ શકાશે... તો સેનાના જવાનો પણ ઝડપથી LOC પર પહોંચી શકશે... ત્યારે કઈ છે આ ટનલ?.. આ ટનલની શું વિશેષતા છે?... જાણો વિગતવાર આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં દેશને અટલ ટનલની ભેટ આપી...
જેની મદદથી ચીન સાથે જોડાયેલી સરહદ પર 15 સેકંડમાં પહોંચી જવાય છે...


હવે દેશને જોજિલા ટનલની ભેટ મળશે....
જેની મદદથી પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર ગણતરીની સેકંડમાં પહોંચી જવાશે.


આવું એટલા માટે શક્ય છે... કેમ કે એશિયાની સૌથી મોટી જોજિલા ટનલનું કામકાજ હવે તેના અંતિમ તબક્કામાં છે. જોજિલા ટનલ લદાખના કારગિલ જિલ્લામાં બની રહી છે... આ ટનલ સોનમર્ગ અને દ્રાસ શહેરને જોડવા માટે હિમાલયની વચ્ચેથી બનાવવામાં આવી છે. હાલ દિવસ-રાત કારીગરો ટનલની અંદર કામકાજ કરી રહ્યા છે.


આવનારા વર્ષોમાં ખરાબ હવામાન કે ભારે બરફવર્ષા છતાં કાશ્મીર ઘાટી અને લદાખની વચ્ચે કનેક્શન નહીં કપાય. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે BROને ઠંડીની સિઝનમાં સતત જોજિલા પાસ પર બરફ હટાવવાનું કામ કરવું પડે છે. પરંતુ હવે ટનલ તૈયાર થવાથી તે સાવ ઓછું થઈ જશે. લોકો આખું વર્ષ દરમિયાન લેહ-લદાખ સુધી આ ટનલની મદદથી જઈ શકશે.


શું છે આ ટનલની વિશેષતા?
તેની લંબાઈ 14.5 કિલોમીટર છે...
ઠંડીની સિઝનમાં કારગિલ પોસ્ટ પર રાશન પહોંચાડવામાં સરળતા રહેશે...
ટનલમાં 80 કિલોમીટરની સ્પીડે વાહન પસાર થઈ શકશે...
ટનલમાં હાઈ કમ્યુનિકેશન સહિત સુરક્ષાની તમામ વ્યવસ્થા છે...
ટનલની બંને બાજુ દર 750 મીટરે ઈમરજન્સી લે-બાય બનાવાયા છે...
દરેક 125 મીટરે ઈમરજન્સી કોલ કરવાની સુવિધા છે...
ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાવાઈ છે...
ટનલની દિવાલો પર સીસીટીવી કેમેરા પણ લગાવાશે...


છેલ્લાં 30 વર્ષ કરતાં વધારે સમયથી આ ટનલ બનાવવાની માગણી થઈ રહી હતી. પરંતુ હવે ભારે મુશ્કેલીઓ બાદ 11,500 મીટરની ઉંચાઈ પર ટનલ તૈયાર થઈ છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન ભારે બરફ પડવાથી લદાખનો સંપર્ક કપાઈ જતો હતો. પરંતુ હવે આવનારા દિવસોમાં સંપર્ક પણ જળવાઈ રહેશે અને અવરજવર પણ સુગમ બનશે.