નવી દિલ્હી : જોમૈટો (Zomato) ફૂડ ડિલીવરી વિવાદ અટકી નથી રહ્યો. જબલપુર પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે સંજ્ઞાન લીધું છે. હવે પંડિત અમિત શુક્લાની વિરુદ્ધ કલ 107/116 હેઠળ કાર્યવાહી થશે. જબલપુરનાં SP અમિત સિંહે કહ્યું કે, પંડિત શુક્લાએ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યું છે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શુક્લાએ ભોજન લેવાનો ઇન્કાર કરી દીધો હતો કારણ કે ડિલીવરી બોય હિંદુ નહોતો. ત્યાર બાદ ટ્વીટ કરીને જોમેટોને તેની ફરિયાદ પણ કરી હતી. જોત જોતામાં આ વિવાદ ખુબ જ વધી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP: ચાકૂની જગ્યાએ બંદૂકથી કાપી કેક, VIDEO વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી


ICJ ના ચુકાદા બાદ પાકે જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની જાહેરાત કરી
હવે આ સમગ્ર મુદ્દે અમિત શુક્લાની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હું ઘરમાં નહોતી. એટાલ માટે મારા પતિ જોમેટોથી વેજ ભોજન ઓર્ડર કર્યું હતું. જ્યારે ડિલિવરી માટે જોમેટોનો મેસેજ આવ્યો તો તેમાં ડિલીવરી બોયનું નામ જણાવ્યું કે આ વ્યક્તિ ડિલિવરી કરવા આવી રહી છે. મારા પતિએ તુરંત જ જોમેટોને રિપ્લાઇ મેસેજ કર્યો કે ડિલીવરી બોય ચેન્જ કરી દો. તેમણે કહ્યું કે, ડિલીવરી બોય ચેન્જ નહી કરવામાં આવે, તો મારા પતિએ કહ્યું કે, ઓર્ડર રદ્દ કરી દો. તેમણે ઓર્ડર કેન્સલ કરવા છતા પણ રિફંડ આપ્યું નહોતું. 


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીમાં 200 યૂનિટ સુધી વીજળી મફત
SCએ ઉન્નાવ રેપ સાથે સંકળાયેલા 5 કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા અને કહ્યું 45 દિવસમાં પુરી કરો ટ્રાયલ
સિમરને કહ્યું કે, આ મુદ્દાને અકારણ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોઇ વ્યક્તિ પોતાનાં ધર્મનાં રીતિ રિવાજ મુદ્દે વાત કરી રહ્યો છે તો શું તે કાઁઇ ખોટુ કરી રહયો છે. હાલ જોમેટોનાં ડિલીવરી બોયનો વીડિયો આવી રહ્યો છે. તેઓ ભોજન કરી લે છે. ઘણી વખત ગમે તેવી વ્યક્તિ ડિલીવરી બોય બનીને ઘરે આવી જાય છે. સિમરને જોમેટોનાં CEO દ્વારા અમિત શુક્લાની માફી માંગવા માટે જણાવ્યું છે. શું જોમેટોનાં સીઇઓ પોતાનાં ઘરે કોઇ એવા ડિલીવરી બોયને ઘરે બોલાવશે. સિમરને કહ્યું કે, તેઓ પોતાનાં વકીલ પાસેથી કાયદાકીય સલાહ લઇને જોમેટોની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરશે.