જ્યારે Zomato એ Swiggy ને કહ્યું- I Love You, I Am Sorry... લોકોએ લીધી મજા, જાણો શું છે સમગ્ર ઘટના
Zomato Vs Swiggy: Zomato Vs Swiggy: મુંબઈમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન જરૂરી ફૂડ આઇડમની ડિલિવરીને લઈને Zomato અને Swiggy માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રસપ્રદ લડાઈ જોવા મળી છે. લડાઈની શરૂઆત કરી ઝોમેટોના CEO એ અને પૂરી પણ તેમણે કરી. પરંતુ ખુબ રસપ્રદ અંદાજમાં.
મુંબઈઃ Zomato Vs Swiggy: મુંબઈમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન જરૂરી ફૂડ આઇડમની ડિલિવરીને લઈને Zomato અને Swiggy માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રસપ્રદ લડાઈ જોવા મળી છે. લડાઈની શરૂઆત કરી ઝોમેટોના CEO એ અને પૂરી પણ તેમણે કરી. પરંતુ ખુબ રસપ્રદ અંદાજમાં. આ વચ્ચે મુંબઈ પોલીસે પણ કૂદવુ પડ્યુ.
આ રસપ્રદ ઘટનાને જાણતા પહેલા અમે તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકારે મંગળવારે જાહેરાત કરી કે બુધવારથી મુંબઈમાં રાત્રે 8 કલાક બાદ નાઇટ કર્ફ્યૂ લાગૂ થશે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ અને વસ્તુની હેરફેરની છૂટ રહેશે.
શું છે સંપૂર્ણ ઘટના
મહારાષ્ટ્ર સરકારના નાઇટ કર્ફ્યૂનું ફરમાન લગભગ Zomato સમજી શક્યું નહીં. તેથી રાત્રે 8 કલાકે નાઇટ કર્ફ્યૂને લઈને ગેરસમજમાં આવેલા ઝોમેટોના કો-ફાઉન્ડર અને સીઈઓ દીપિંદર ગોયલે પોતાના હરીફ Swiggy પર કટાક્ષ કર્યો. ગોયલે ટ્વીટ કર્યુ, જેમાં તેમણે લખ્યું કે, ઝોમેટો મુંબઈમાં નાઇટ કર્ફ્યૂમાં રાત્રે 8 કલાક બાદ જરૂરી ખાવાની વસ્તુની ડિલિવરી માટે તૈયાર છે, પરંતુ અમે તેમ કરી રહ્યાં નથી કારણ કે અમે કાયદાનું પાલન કરતા લોકો છીએ. પરંતુ હું જોઈ રહ્યો છું કે અમારી વિરોધી કંપની રાત્રે 8 કલાક બાદ ડિલિવરી કરી રહી છે. હું મુંબઈ પોલીસને અપીલ કરુ છું કે તે આ મામલા પર સફાઈ આપે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube