Chinese Dragon પર પ્રહાર કરશે ઈન્ડિયન આર્મીનો Zorawar, દેશની પહેલી માઉન્ટેઈન ટેન્ક
ચીન સાથે જોડાયેલી સરહદ પર ભારતીય સેના નવી લાઈટ ટેન્ક તહેનાત કરશે. ટેન્કનું નામ છે જોરાવર. તે ભારતમાં બનેલી બિલકુલ હળવી ટેન્ક હશે જેને સરળતાથી ગમે ત્યાં પહોંચાડી શકાશે. પરંતુ તેની તાકાત અને મારક ક્ષમતા જાનદાર હશે. બિલકુલ તેના નામની જેમ. આવો જાણીએ તેની વિશેષતા, ફાયર પાવર અને રેન્જ.
નવી દિલ્લી: ઝોરાવર એટલે પંજાબી ભાષામાં બહાદુર અને શક્તિશાળી. આ ભારતીય સેનાની અત્યાધુનિક લાઈટ ટેન્કનું નામ છે. આ એક આર્મ્ડ ફાઈટિંગ વ્હીકલ છે. તેને એ રીતે બનાવવામાં આવી છે કે તેના કવચ પર મોટાથી મોટા હથિયારની અસર ન થઈ શકે. તેની અંદર બેઠેલા લોકો સુરક્ષિત રહે. તેની મારક ક્ષમતા ઘાતક હોય. સાથે જ તે શાનદાર સ્પીડમાં ચાલી શકે. તેની અંદર આધુનિક સંચાર ટેકનિક લગાવવામાં આવશે.
DRDOએ ડિઝાઈન કરી:
ઝોરાવર ટેન્કને ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનને ડિઝાઈન કરી છે. આ ડિઝાઈન બાદ તેને બનાવવાનું કામ લાર્સન એન્ડ ટુબ્રોને આપવામાં આવ્યું છે.આગામી 2 વર્ષમાં તેનું ઉત્પાદન શરૂ થઈ જશે. ભારતીય સેનાને આવી 350 ટેન્કની જરૂરિયાત છે. આ ટેન્ક માત્ર 25 ટનની હશે. તેને ચલાવવા માટે માત્ર 3 લોકોની જરૂર રહેશે.
કેમ ઝોરાવર નામ પાડ્યું?
આ ટેન્કનું નામ જનરલ ઝોરાવર સિંહ કહલૂરિયાના નામ પરથી આપવામાં આવ્યું છે. જેમણે 1841માં ચીન-શીખ યુદ્ધ સમયે કૈલાશ-માન સરોવર પર મિલિટરી એક્સપેડિશન કર્યુ હતું. ભારતને માહિતી મળી હતી કે ચીને લદાખ સેક્ટરમાં પોતાની સરહદ તરફ ZTZ-04A અને Type-15 લાઈટ ટેન્ક તહેનાત કરી રાખી છે. ભારતીય સેના પણ પોતાની તરફથી લાઈટ ટેન્ક તહેનાત કરવા માગે છે. પહેલાં ભારત આવી ટેન્ક રશિયા પાસેથી ખરીદવા માગતું હતું. પરંતુ પછી નિર્ણય કરાયો કે તે આપણા દેશમાં જ બનશે.
શું છે ઝોરાવરની વિશેષતા?
પ્રોજેક્ટ ઝોરાવરને અનુમતિ મળી ચૂકી છે. હકીકતમાં આ દેશની પહેલી એવી ટેન્ક હશે જેને માઉન્ટેઈન ટેન્ક બોલાવવામાં આવી શકે છે. હળવી હોવાના કારણે તેને ઉઠાવીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે તેની મુખ્ય તોપ 120 મિલિમીટરની હશે. ઓટોમેટિક લોડર હશે. રિમોટ વેપન સિસ્ટમ હશે. જેમાં 12.7 મિલિમીટરની હેવી મશીન ગન તેના પર તહેનાત હશે. હકીકતમાં તેનું ઓછું વજન જ હશે. પરંતુ તાકાત મુખ્ય યુદ્ધ ટેન્ક જેવી હશે.
હવે ચીન-પાકિસ્તાનની ખેર નથી:
ઝોરાવર લાઈટ ટેન્ક વર્ષ 2023થી રોલ આઉટ થવાનું શરૂ થઈ જશે. 2024 સુધી તેના ટ્રાયલ્સ ચાલશે. તેના પછી તેને ભારતીય સેનાને એક પછી એક એમ સોંપી દેવામાં આવશે. આ ટેન્ક હાઈ એલ્ટીટ્યુડ માટે બનાવવામાં આવશે. એટલે તવાંગ હોય કે લદાખ. બને જગ્યાએ તે દુશ્મન પર મજબૂત પ્રહાર કરશે.
કઈ રીતે દુશ્મનની કમર તોડશે ઝોરાવર:
ઝોરાવર લાઈટ ટેન્કમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડ્રોન ઈન્ટીગ્રેશન, એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ, હાઈ ડિગ્રી ઓફ સિચ્યુએશનલ અવેરનેસ જેવી ટેકનિક હશે. સાથે જ તેમાં મિસાઈલ ફાયરિંગની ક્ષમતા હશે. તેમાં દુશ્મનના ડ્રોન્સને તોડી પાડવાનું યંત્ર, વોર્નિંગ સિસ્ટમ પણ લાગેલી હશે. એટલે તે મીડિયમ બેટલ ટેન્કસની જગ્યાએ ભારતીય સેનાની વધારે મદદ કરશે.
ચીન સરહદ પર અત્યારે કઈ ટેન્ક તહેનાત:
ચીને પોતાની તરફ જે ટેન્ક લગાવી છે તે 33 ટનથી ઓછી વજનની છે. તેને સરળતાથી એરલિફ્ટ કરાવી શકાય છે. એવું નથી કે ભારતે હાલમાં સરહદ પર કોઈ ટેન્ક લગાવી નથી. આ સમયે ચીનની સરહદ પર K9 વજ્ર તહેનાત છે. જે અત્યંત શક્તિશાળી છે. તે સિવાય ભારતીય સેનાના સ્વદેશી હોવિત્ઝરને પણ તહેનાત કરવામાં આવી છે. તે ચીનની હાલત સ્થિતિ ખરાબ કરવા માટે પૂરતી છે. પરંતુ લાઈટ ટેન્કના પહોંચવાથી ચીનની દરેક નાપાક હરકતો પર વિરામ લાગવાનું સરળ થઈ જશે.