નવી દિલ્હી: કોરોના મહામારી (Covid-19 Pandemic) વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશનમાં હવે વધુ એક વેક્સીનનું નામ ઉમેરાઇ ગયું છે. ફાર્મ ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની 3 ડોઝવાળી કોરોના વેક્સીનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ વેક્સીનનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સ્નીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. કમિટીએ ફાર્મા કંપની પાસે આ વેક્સીનના 2 ડોઝના પ્રભાવનો ડેટા પણ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેનેરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિડેડે ZyCoV-D ના ઇમરજન્સી યૂઝની પરવાનગી માટે ગત 1 જુલાઇના રોજ અરજી કરી હતી. આ અરજીને 28 હજાર વોલંટિયર્સ પર કરવામાં આવેલા અંતિમ સ્ટેજના ટ્રાયલના આધાર પર કર્યું હતું. વેક્સીનનો એફિકેસી રેટ 66.6 ટકા સામે આવ્યો હતો. એ પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સીન 12 થી 18 વર્ષ માટે પણ સંપૂર્ણ સુરક્ષિત છે. જોકે અત્યાર સુધી તેના ટ્રાયલના ડેટા પર પીયર રિવ્યૂ કરવામાં આવ્યો નથી. 


ઝાયડસ-કેડિલા સહિત હવે ભારત પાસે પાંચ વેક્સીન
જો ઇમરજન્સી યૂઝ બાદ આ વેક્સીન સંપૂર્ણ રીતે એપ્રૂવ થઇ જાય છે તો તે ભારતની બીજી સ્વદેશી વેક્સીન હશે. આ પહેલાં ભારત બાયોટેક અને આઇસીએમઆર સાથે મળીને પહેલી સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સીન બનાવી હતી. અત્યારે દેશમાં કુલ 4 વેક્સીનને પરવાનગી મળી ગઇ છે. કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક, મોડર્ના. હવે ઝાયડસની વેક્સીનને મળાવીને આ સંખ્યા પાંચ થઇ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube