મિહિર રાવલ, અમદાવાદઃ જે રસીની ઉત્સુકતાથી પ્રતિક્ષા કરવામાં આવી રહી છે, એ રસીની મંજૂરીમાં વિલંબ કેમ થઈ રહ્યો છે. આ સવાલ અત્યારે દેશના લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. કોરોનાની સંપૂર્ણ સ્વદેશી વેક્સીન ZyCoV-D (ઝાયકોવ-ડી)ની ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી પહેલી જુલાઈએ માગી હતી, જેને 29 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ મંજૂરી અંગે હજુ સુધી ખબર નથી મળી રહી. મંજૂરી ક્યારે મળશે તેની અનિશ્ચિતતા વચ્ચે દેશમાં ત્રીજી લહેરના ભણકારા પણ શરૂ થઈ ગયા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Kisan: ખોટી રીતે સરકારી લાભ લેતાં ખેડૂતો સાવધાન! સરકાર 42 લાખ ખેડૂતો પાસેથી કરાશે 3 હજાર કરોડની વસૂલાત

મંજૂરીમાં વિલંબ પર સવાલ કેમ?
ઝાયડસ કેડિલાની ZyCoV-D (ઝાયકોવ-ડી)ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરીમાં વિલંબ પર સવાલો થવા સ્વાભાવિક છે કારણકે અત્યાર સુધી દેશમાં કોઈપણ કોરોનાની સ્વદેશી વેક્સીન (Vaccine) ની મંજૂરીમાં આટલો સમય નથી લાગ્યો. ભારતમાં વેક્સીનેશન (Vaccination) જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલી મંજૂરી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ (Covishield) ને મળી હતી. જે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની સાથે મળી બનાવાઈ હતી. DCGI ને અરજી આપ્યાના 26 દિવસમાં એને મંજૂરી મળી હતી. સ્વદેશી એવી ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin)ને પણ 26 દિવસમાં મંજૂરી આપી દેવામાં આવી હતી. રશિયન વેક્સીન સ્પુતનિકને 42 દિવસ અને હાલમાં જ મોડર્નાને 12 દિવસમાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે. સંપૂર્ણ સ્વદેશી એવી ઝાયડસ કેડિલાની ZyCoV-D એ પહેલી જુલાઈએ DCGI ની મંજૂરી માગી છે. જેને 29 દિવસનો સમય થઈ ગયો છે.


ઝાયકોવ-ડી એક DNA આધારિત વેક્સીન છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ 4 જુલાઈના ઝાયડસ (Zydus) ની આ વેક્સીનની ઉત્પાદન સમીક્ષા કરવા અમદાવાદમાં કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જે બાદ તેમણે કહ્યું હતું કે ZyCoV-D વેક્સીનની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, ઉત્પાદન અંગે સમીક્ષા કરી છે અને જો આ વેક્સીનને મંજૂરી મળશે તો ભારત DNA આધારિત વેક્સીન લાવનાર પહેલો દેશ બનશે. 
 
કેમ થઈ રહ્યો છે વિલંબ?
સુપ્રીમ કોર્ટે વેક્સીનના ભાવ પર સવાલ ઉઠાવેલા છે. કોરોનાની સ્થિતિ અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશમાં રસીના અલગ અલગ ભાવ પર સવાલ ઉઠાવીને કહ્યું હતું કે દેશમાં રસીનો ભાવ સમાન હોવો જોઇએ. ત્યારે સવાલ એ છે કે શું ઝાયડસ ZyCoV-D વેક્સીન આ ભાવ પર આપી શકે?


DNA આધારિત ZyCoV-D વેક્સીન એક નીડલ ફ્રી વેક્સિન છે. જેને જેટ ઈન્જેક્ટરથી લગાવવામાં આવશે. જેટ ઈન્જેક્ટરથી રસીને સીધી સ્કિનમાં જ દાખલ કરવામાં આવે છે. જેટ ઈન્જેક્ટર (Jet Injector) માં પ્રેશર માટે કમ્પ્રેસ્ડ ગેસ કે સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. આ રીતે રસી લગાવવાથી પીડા ઓછી થાય છે. આ ઉપરાંત ઈન્ફેક્શન ફેલાવાનું જોખમ નીડલવાળા ઈન્જેક્શનની તુલનામાં ઘણું ઓછું હોય છે.  ભારત જેટ ઇન્જેક્ટરનું ઉત્પાદન નથી કરતું. જેથી તેની આયાત સિંગાપોરથી કરવામાં આવે છે. મોટાપાયે વેક્સીનેશન કરવા માટે મોટી સંખ્યામાં ઇન્જેક્ટરની પણ જરૂર પડે, જેને આયાત કરવા પડે. જેથી ZyCoV-D વેક્સીન સામે આ પણ એક પડકાર છે.


મીડિયા રિપોર્ટ્સ મુજબ, ZyCoV-Dની એફિકસી એટલે કે અસરકારકતા અને રોગપ્રતિકારક શક્તિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ કારણોને લીધે હજુ વેક્સીનની મંજૂરીમાં વિલંબ થવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે.


ઝાયડસની વેક્સીન માટે તાલાવેલી કેમ?
વિશ્વમાં ત્રીજી લહેર આવી ગઈ છે.. એ જ રીતે દેશમાં ધીરે ધીરે પણ ત્રીજી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે. કેરળમાં સતત બે દિવસથી કોરોનાના 22 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાં પણ ગંભીર સ્થિતિ છે.. કોરોનાના નવા નવા વેરિયન્ટ પણ ચિંતામાં વધારો કરી રહ્યા છે. ઝાયડસે કહેલું છે કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 12-18 વર્ષનાં આશરે 1000 બાળકો ઉપર પણ ZyCoV-Dની ટ્રાયલ કરવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે ZyCoV-D વેક્સીન 12થી 18 વર્ષનાં બાળકો માટે પણ અસરકારક છે. દેશમાં પહેલી મે થી 18 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના લોકોને વેક્સીન અપાઈ રહી છે. બાળકોનું વેક્સીનેશન હજુ શરૂ નથી થયું. આથી લોકોને રાહ છે કે ઝાયડસની વેક્સીન ક્યારે આવશે. ઝાયડસ કેડિલા (Zydus Cadila) ના MD શર્વિલ પટેલે (Sharvil Patel) પત્રકારો સાથેની વાતચીતમાં ખાસ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિક્તા ભારતીય લોકો રહેશે.

Passport કઢાવવા માટે હવે નહીં ખાવા પડે ધક્કા, નજીકની Post Office માં જ પતી જશે કામ! માત્ર આટલું કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube