Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેએ શિંદેને ફેંક્યો ખુલ્લો પડકાર, હવે મહારાષ્ટ્ર CM એ આપ્યો આકરો જવાબ
મહારાષ્ટ્રમાં હાથમાથી સત્તા સરકવાનું દુખ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓમાં સ્પષ્ટ છલાકાઇ રહ્યું છે. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ દિલ્હી પ્રવાસે આવેલા એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથના નેતાએ હવે વચગાળાની ચૂંટણીનો પડકાર ફેંક્યો છે.
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં હાથમાથી સત્તા સરકવાનું દુખ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓમાં સ્પષ્ટ છલાકાઇ રહ્યું છે. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ દિલ્હી પ્રવાસે આવેલા એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથના નેતાએ હવે વચગાળાની ચૂંટણીનો પડકાર ફેંક્યો છે. દિલ્હીના બે દિવસીય પ્રવાસ પર આવેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેના જૂથની વચગાળાની ચૂંટણીની માંગને નકારી કાઢી છે અને કહ્યું કે નવી સરકાર ના ફક્ત પોતાનો કાર્યકાળ પુરો કરશે પરંતુ આગામી ચૂંટણીમાં ફરીથી મોટા બહુમતથી સરકાર બનાવશે.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને આપ્યો જવાબ
એકનાથ શિંદેએ કહ્યું કે અમારી પાસે 164 ધારાસભ્યોનું સમર્થન છે અને તેમની પાસે ફક્ત 99 છે. દેશના સંવિધાનના અનુસાર બહુમતના આધારે સરકાર બને છે, જે અમારી પાસે છે. પૂર્વ સીએમ ઠાકરેએ રાજ્યમાં વચગાળાની ચૂંટણીની માંગ કરતાં શિવસેનાના બાગી ધારાસભ્યો અને ભાજપની સરકારને બહુમત સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો.
સંજય રાઉતે શિંદે જૂથ પર તાક્યું તીર
તો બીજી તરફ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેનાના તમામ બાગી ધારાસભ્યોને 50 કરોડ આપવામાં આવ્યા હતા. રાઉતના નિવેદન પર શિંદેએ કહ્યું કે તેમને ખબર નથી કે તેનો શું અર્થ છે, અને તે ફક્ત 'ખોખા' (બોક્સ) સમજે છે જે મિઠાઇનું હોય છે. મારી સાથે 4-5 ટર્મના ધારાસભ્ય છે. તમને લાગે છે કે તે મારી પાસે પૈસા માટે આવ્યા હતા? શિંદેએ કહ્યું કે એમવીએ સરકારના હેઠળ તમારા ધારાસાભ્યોનું અસ્તિત્વ ખતરામાં આવી ગયું હતું. આ ભાજપ અને શિવસેનાનું સ્વાભાવિક ગઠબંધન જ છે જે મહારાષ્ટ્રને આગળ લઇ જઇ શકે છે.
કેબિનેટ વિસ્તાર પર કોઇ ચર્ચા નહી
પોતાની દિલ્હી યાત્રાના બીજા દિવસે શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યા જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. શિંદેએ કેબિનેટટ વિસ્તાર પર કોઇ ચર્ચાથી ઇનકાર કર્યો અને કહ્યું કે રાજ્ય વિધાનસભાના મોનસૂત્ર સત્ર પહેલાં વિભાગોની વહેંચણી કરવામાં આવશે. આ એક શિષ્ટાચાર ભેટ હતી અને કેબિનેટ વિસ્તાર પર કોઇ ચર્ચા નહી. પંઢરપુર (રવિવારે)માં એકાદશી પૂજાથી પરત ફર્યા બાદ મારી અને ફડણવીસ વચ્ચે આ મુદ્દે ચર્ચા થશે. શિંદે અને ફડણવીસે ઓબીસી અનામતના મુદ્દે અને ઉદ્ધવ ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવા માટે દાખલ સોગંધનામાના સંબંધમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે મુલાકાત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube