કુલબર્ગી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કલબુર્ગી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધું કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં દેશનાં દરેક હિસ્સાથી કોંગ્રેસ ઉખડી રહ્યું છે. આઝાદી બાદ પહેલીવાર એવું બન્યું કે જ્યારે ભાજપે દેશવાસીઓને વિકલ્પ પુરો પાડ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, કલબુર્ગીને ભારતનો હિસ્સો બનાવવામાં સરદાર પટેલની મહત્વની ભુમિકા રહી છે. સરદાર પટેલનું નામ આવતાની સાથે જ કોંગ્રેસનાં એકખાસ પરિવારને મુશ્કેલી થાય છે. આ પરિવારનાં લોકોએ સરદાર પટેલનું સૌથી વધારે અપમાન કર્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરમાં વંદે માતરમનું અપમાન કર્યું છે. જે વંદેમાતરમનું અપમાન કરી શકે છે તે કંઇ પણ કરી શકે છે. કોંગ્રેસને નીચુ દેખાડવા અને તેને ભુલી જવું કોંગ્રેસની આદત છે. કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યું છે અને કહ્યું કે, વડાપ્રધાન મોદી પુરાવા આપે. જ્યારે એક અખબારમાં છપાયું કે, સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન આતંકવાદીઓનાં શબ લઇ જવા માટે ટ્રક બોલાવવા પડ્યા હતા. 

વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, હું પુછવા માંગુ છું કે આ દેશમાં કોઇ અમારા વીર સૈનિકોને ગુંડા કહેવાનું પાપ કઇ રીતે કરી શકે છે? કર્ણાટકની ચૂંટણી માત્ર અહીનું ભવિષ્ય જ નહી નક્કી કરે. આ ચૂંટણી મહિલા સુરક્ષા અને ખેડૂતોનાં વિકાસનો માર્ગ ખોલશે. આ ચૂંટણીનું મહત્વ માત્ર ધારાસભ્યોની પસંદગી માટે નથી, તેનું મહત્વ રાષ્ટ્રીય છે. 

વડાપ્રધાને કહ્યું કે, અમારો એજન્ડા માત્ર વિકાસનો છે, જો કે કોંગ્રેસ કર્ણાટકમાં ધ્રૂવીકરણ કરી રહ્યું છે. એક રેલીમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને ગુલામ નબી આઝાદ મુસ્લિમોને એક સાથે કોંગ્રેસ માટે મત્તદાન કરવાનું કહે છે. સ્વામીનાથન રિપોર્ટની અવગણના કરવાનું પાપ પણ મોદી સરકારે કર્યું છે. પાક.ની MSP લાગુ કરીને ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવાનું કા ભાજપે કર્યું છે.