નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત 'હુનર હાટ' (Hunar Haat)માં બુધવારે અચાનક પહોંચ્યા, ત્યાં લિટ્ટી-ચોખા ખાધા તથા કુલડીની ચાપી પીધી જેની ચૂકવણી તેમણે પોતે કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના અનુસાર મોદી આજે લગભગ દોઢ વાગે ઇન્ડીયા ગેટ (India Gate)ના નજીક રાજપથ પર લાગેલા 'હુનર હાટ'માં પહોંચ્યા અને ત્યાં લગભગ 50 મિનિટ સુધી રહ્યા. નરેન્દ્ર મોદીએ વિભિન્ન સ્ટોલ પર જઇને ઉત્પાદનો જોયા અને તેમના વિશે જાણકરી મેળવી લીધી. 


નક્કી ન હતો વડાપ્રધાન પ્રવાસ
વડાપ્રધાન પહેલીવાર કોઇ હુનર હાટમાં પહોંચ્યા. એક સૂત્રએ પીટીઆઇ-ભાષાને જણાવ્યું, વડાપ્રધાનની આ મુલાકાત નક્કી ન હતી. તે બુધવારે બપોરે અચાનક જ હુનર હાટ પહોંચ્યા હતા. જેથી ત્યાં તમામ લોકો હૈરાન થઇ ગયા. તેમના પહોંચવાની જાણકારી મળતાં અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને તેમનું નેતૃત્વ કર્યું. 


સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાને 'હુનર હાટ'માં ઉપલબ્ધ એક સ્ટોલ અટકી અટકીને લિટ્ટી-ચોખા ખાધ્યા જેના માટે તેમણે 120 રૂપિયાની ચૂકવણી કરી. તેમની સાથે જ તેમણે બે કુલડી ચા લીધી જેમાંથી એક તેમણે પોતે પીધી અને બીજી ચા નકવીને આપી. મોદીએ ચા માટે 40 રૂપિયાની ચૂકવણી કરી. વડાપ્રધાને ત્યાં પહોંચતાંની સાથે ભારે ભીડ જમા થઇ ગઇ. લોકોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા અને ઘણએ તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube