Job Opportunities: દેશમાં મેન્યુફેક્ચરિંગ ને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી સરકારની પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ યોજનાનો લાભ હવે રોજગાર ક્ષેત્રે પણ મળવાનું શરૂ થયું છે. આ સ્કીમ લાગુ થયા પછી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી આગળ વધી રહી છે. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં દોઢ લાખ નવી નોકરીની તકો મળતી દેખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ઓઈલ ઈન્ડિયા, રેલ્વે સહિત ઘણા વિભાગોમાં નીકળી સરકારી નોકરીઓ, ઘર બેઠા આ રીતે કરો અરજી


BSNLમાં 40 એપ્રેન્ટિસ ટ્રેની પોસ્ટ પર નોકરીની તક, આવી રીતે કરો Apply


Education: કેટલી શિક્ષિત છે અંબાણી પરિવારની મહિલાઓ? કોની પાસે છે કઇ ડીગ્રી


એક રિપોર્ટ અનુસાર રિક્રુટમેન્ટ ફર્મના અધિકારીઓના હવાલેથી કહેવામાં આવ્યું છે કે મોટા હેન્ડસેટ નિર્માતા ભારતમાં મોટા પ્રમાણમાં નોકરીઓ આપવાની યોજના બનાવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીન બહાર નિર્માણ માટે વૈશ્વિક ફેરફાર અને ભારત સરકારની પ્રોત્સાહન સ્કીમના કારણે આ ફેરફાર થતો જોવા મળે છે.


સેમસંગ, નોકિયા, ફોક્સ ફોન, વીટ્રોન, ટાટા ગ્રુપ, સાલકોમ સહિતના મોટા કોર્પોરેટ દિગ્ગજ દેશમાં પોતાનું કાર્ય બળ વધારવા વિચારી રહ્યા છે. તેના માટે સર્વિસિસ ને જાણ કરવામાં આવી છે કે સ્ટાફિંગ કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષમાં 1,20,000 થી લઈને ₹1,50,000 સુધી નવા રોજગાર ઉભા કરશે. તેમાંથી 30 થી 40 હજાર ભરતી પ્રત્યક્ષ પદ માટે થાય તેવી સંભાવના છે.


ટીમલીઝ સર્વિસસના સીઈઓ કાર્તિક નારાયણ એ જણાવ્યા અનુસાર મોટાભાગની મોબાઈલ બ્રાંડ્સ અને તેના કંપોનેંટ મેન્યુફેક્ચરિંગ અને અસેંબલી પાર્ટનર્સ જેની પાસે પહેલાથી જ ભારતમાં મેન્યુફેક્ચરિંગની સુવિધા છે અથવા તેને સ્થાપિત કરવા માંગે છે તેઓ નોકરીની તકો વધારી રહ્યા છે. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભરતીઓમાં 100 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે.