યુવાનોને કામમાં નથી લાગી રહ્યું મન, 5માંથી 4 લોકો નોકરી બદલવા માગે છે, LinkedIn નો ચોંકાવનારો રિપોર્ટ
કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓ આ વર્ષે પોતાની નોકરીઓ બદલવા માગે છે. તેના પાછળ અનેક કારણો છે જેવા કે ઓછો પગાર, કામનું પ્રેશર, સતત બદલાતી કામ કરવાની શિફ્ટ વગેરે.
નવી દિલ્હીઃ 18થી 24 વર્ષની વયના લગભગ 88% લોકો એવા છે જેઓ આ વર્ષમાં તેમની નોકરી બદલવા માગે છે. LinkedInએ 2023 માટે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં સામે આવ્યું છે કે 5માંથી 4 લોકો તેમની નોકરીથી ખુશ નથી અને નવા વર્ષમાં નોકરી બદલવા માગે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2021ની સરખામણીમાં ભારતમાં છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2022માં ભરતીના સ્તરમાં 23%નો ઘટાડો થયો છે.
સંશોધનમાં આ વાત સામે આવી-
30 નવેમ્બર 2022થી 2 ડિસેમ્બર 2022ની વચ્ચે, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના 2000થી વધુ કર્મચારીઓ પર સંશોધન કરી બહાર આવ્યું કે લગભગ 88 ટકા યુવાનો, જેમની ઉંમર 18થી 24 વર્ષની વચ્ચે છે, તેઓ નોકરી બદલવા માગે છે. જ્યારે 45થી 54 વર્ષની વચ્ચેના 64 ટકા લોકો નોકરી બદલવા માગે છે. એટલે કે વડીલોની સરખામણીએ યુવાનો આ વર્ષે નોકરી બદલવા માટે વધુ વિચારી રહ્યા છે.
આ પણ વાંચોઃ Govt Jobs 2023: રક્ષામંત્રાલયની કંપનીમાં ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા હોલ્ડર માટે ભરતી
નોકરી બદલવાનું કારણ ઓછો પગાર-
સર્વેમાં સામેલ લગભગ ત્રણ-ચતુર્થાંશ કર્મચારીઓએ કહ્યું કે જો તેમને નોકરી છોડવી પડે તો તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે નવી નોકરી માટે અરજી કરશે. ખરેખર, વધતા ખર્ચ અને ઓછા પગારને કારણે કર્મચારીઓને નવી નોકરીઓ શોધવાની ફરજ પડી છે. સર્વેમાં પણ લગભગ 35% લોકો એવા છે જે વધુ પૈસાની શોધમાં છે. બીજી તરફ, 33% લોકો એવા છે કે જેઓ એવી કંપનીમાં કામ કરવા માગે છે જ્યાં તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવવામાં આવે. લગભગ 32% લોકોએ કહ્યું કે તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ છે અને તેઓ વિચારે છે કે તેઓ વધુ સારી નોકરી મેળવી શકે છે.
આ પણ વાંચોઃ ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર
LinkedIn વર્કશોપ શરૂ-
નોકરી શોધી રહેલા યુવાનોને ટેકો આપવા માટે, LinkedIn 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વર્કશોપનું આયોજન કરશે. જેમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝના નામાંકિત લોકો કરિયર સંબંધિત ટિપ્સ આપશે. LinkedIn ટૂંક સમયમાં યુઝર્સ માટે ફ્રી લર્નિંગ કોર્સ પણ શરૂ કરવા જઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube