નવી દિલ્હી: થોડા સમય પહેલાં યૂરોપમાં અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવા માટે ચર્ચા ચાલી. આમ તો અત્યારે ત્યાં અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું ચલણ છે. તેના પક્ષકારોના અનુસાર તેનાથી કામમાં વધુ ઉત્પાદકતા અને રચનાત્મકતા સાથે કામ અને જીવન વચ્ચે સંતુલનનું સામંજસ્ય અપેક્ષાકૃત રીતે સારું કરી શકાય છે. તેનાથી બરક્સ ચીનમાં અઠવાડિયાની અંદર '996' શેડ્યૂલ લઇને નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેનો આશય સવારે નવથી રાત્રે 9 વાગ્યા સુધી 12 કલાક અને અઠવાડિયામાં છ દિવસ કામને લઇને છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI જાહેર કરશે 50 રૂપિયાની નવી નોટ, ગર્વનર શક્તિકાંત દાસની હશે સહી


જોકે ચીનના દિગ્ગજ અરબપતિ અને અલીબાબાના સંસ્થાપક જેક માએ ગત અઠવાડિયે એક કાર્યક્રમ દરમિયાન પોતાની કંપનીના સ્ટાફને કહ્યું કે તમે યુવાવસ્થામાં 996 કામ નહી કરો તો ક્યારે કરશો? શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે પણ આમ કરીને ગર્વથી તેના વિશે વાત કરી શકશો? ત્યારબાદ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર તેમણે 996ને મોટો આર્શિવાદ કહ્યું. 'તમે જે પ્રકારની સફળતા પ્રાપ્ત કરવા માંગો છો, વધારાના પ્રયત્ન અને સમય આપ્યા વિના તમે તેને કેવી પ્રાપ્ત કરી શકશો.?' આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે જે લોકો પણ અલીબાબામાં કામ કરવા ઇચ્છુક હોય, તેમને લાંબા કલાકો માટે કામ કરવા માટે તૈયાર રહેવું જોઇએ. 

નોકરી કરનારાઓ માટે મોટી સમાચાર, ઇનકમ ટેક્સ વિભાગે ફોમ-16માં કર્યો ફેરફાર


ત્યારબાદથી ચીનમાં આઇટી પ્રોફેશનલો વચ્ચે આ મુદ્દાને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ સાથે જ ચીનના યુવાનો, કોલેજ કેમ્પસો અને મિત્રો વચ્ચે આ વિષય ચર્ચાનો મુદ્દો બની ગયો છે. કોડ શેરિંગ પ્લેટફોર્મ GitHub પર કોઇ પ્રોફેશનલ તેને  '996.ICU' કહી રહ્યા છે. તેમનું માનવું છે કે જો નિયમિત રીતે 996 શિડ્યૂલ મુજબ કામ કરવામાં આવે તો વ્યક્તિ હોસ્પિટલના આઇસીયૂ વોર્ડ ભરતી જોવા મળશે. 

Bajaj Qute ની આતુરતાનો અંત, ભારતમાં 18 એપ્રિલે થશે લોન્ચ


જોકે આ પ્રકારની ચર્ચા વચ્ચે ચીનના સરકારી મીડિયાએ ઉદ્યોગપતિઓના નિયમોનું પાલન કરવા અને બિન-જરૂરી નિવેદનોથી બચવાની સલાહ આપી છે. ચીની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ પોતાના સંપાદકીયમાં 996 શિડ્યૂલને શ્રમ કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.