Jobs: 12 પાસ યુવાનો માટે વાયુ સેનામાં જોડાવવાની ઉત્તમ તક, જાણો આ રહી માહિતી
ભારતીય વાયુ સેનામાં જોડાવવા માગતા યુવાઓ માટે હાલના સમયનો શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પો છે. ભારતીય વાયુ સેનાનું ગૌરવ અને આદર યુવાનોને તેની તરફ આકર્ષિત કરે છે. તેમ જ સુરક્ષા અને સરકારી નોકરીઓની અન્ય સુવિધાઓ તેને વર્તમાન સમયની શ્રેષ્ઠ નોકરીઓમાંનું એક સારી તક ગણી શકાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સેનામાં સેવા આપવી તે આજે દરેક યુવાનો તેનું સપનું જોતા હોય છે. તે સપનાંને સાકાર કરવા માટે સારા સમાચાર.જીવનમાં સારી કારકિર્દી એ વર્તમાન સમયમાં યુવાનોની પ્રાથમિકતા હોય છે. જેના માટે તેઓ સખત મહેનત કરે છે. વર્તમાન સમયમાં, વિદ્યાર્થીઓ અને માતાપિતા બંને સારી કારકિર્દી માટે સારી તૈયારી કરવાનું શરૂ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રનો વિકલ્પ પસંદ કરાવે છે. અને આ વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓ તે 12 પાસ પર વાયુ સેનામાં જોડાઈ શકશે.
શૈક્ષણિક લાયકાત
વાયુસેનામાં જોડાવવા માટે ઉમેદવારને ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે 10+12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર માન્ય શૈક્ષણિક બોર્ડ સાથે 50% સાથે ઉર્તિન હોવો જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારનો જન્મ 16 જાન્યુઆરી 2001 થી 29 ડિસેમ્બર 2004 સુધી હોવો જોઈએ. SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષ ની ઉંમર ની છૂટ આપવામાં આવી. OBC ઉમેરવાર માટે 3 વર્ષ ની છૂટ આપવામાં આવશે.
World's Top Tallest Buildings:દુનિયાની સૌથી ઉંચી ઈમારતો, PHOTOS જોઈને પણ આવી જશે ચક્કર
ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા
ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને 100 માર્ક ની પરીક્ષા માંથી 50% થી વધુ ગુણ લાવવાના રહેશે. ઉમેદવાર ને અરજી કરવા આ સાઈટ https://indianairforce.nic.in/
પરથી અરજી કરી શકશે. મહિલા અને પુરૂષો બન્ને તે અરજી કરી શકશે. અરજી કરવા માટે પ્રક્રિયા 22 જાન્યુઆરી 2021 થી શરૂ થઈ છે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર અરજી કરી શકશે.
દુનિયાની આ છે 5 ખતરનાક Jobs, PHOTOS જોઈને પણ લાગશે ડર
પગાર ધોરણ
વાયુસેનામાં ગ્રુપ X અને Y માટે રૂ. 26,900 અને દર મહિને રૂ .3,100નું ભથ્થુ આપવામા આવશે. વ્યક્તિની કારકિર્દીની પ્રગતિ અનુસાર વધી શકે છે.
White Houseના દરવાજે ઊભા રહેવું પડ્યું જો બાઈડનને, જતાં જતાં દાવ કરી ગયા ટ્રમ્પ
પરીક્ષા ફી
ઓપન અને OBC ના ઉમેદવાર માટે 250 રૂપિયા ભરવાના રહશે. SC અને ST ઉમેદવાર માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહીં. ઉમેદવાર ને ફી ઓનલાઈન ભરવાની રહેશે.
નોંધ-
ઉમેદવાર ભરતીમાં જોડાવવા માટેની પ્રાથમિક પરીક્ષા 18 એપ્રિલથી 22 એપ્રિલ 2021 સુધી આપવાની રહેશે. ઉમેદવાર ને એક વાર ફી ચુકવણી પછી પછી ફી ને પાછી આપવામાં આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube