ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ વિભાગમાં જોડાવવા માંગતા યુવાન માટે સારા સમાચાર. કોરોનાના કપરા સમયમાં ખાનગી નોકરી પર સતત માઠી અસર પડી રહી છે. કોરોનાના સમયમાં દરેક  વિભાગમાં ભરતી પ્રક્રિયા બંધ હતી. પરંતુ હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય બનતા નોકરીઓની તક પણ ખુલી છે.
 
આ રીતે કરી શકાશે અરજી:
ટ્રાફિક ટ્રસ્ટ વિભાગ માં અરજી કરવા માંગતા ઉમેદવારો ને ઓનલાઈન અરજી કરી શકશે. એક વાર અરજી થઈ ગયા પછી ઉમેદવારનું નામ, જન્મ તારીખ, જાતિ અથવા અન્ય કોઈ બાબત પછી થી સુધારાશે નહીં. જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી. ઉમેદવારે actptrbrecuitments.com સાઈટ પરથી અરજી કરવાની રહેશે. આ સાઇટ પર તારીખ 05/09/ 2021 સુધી અરજી કરી શકાશે.
 
લાયકાત:
ટ્રાફિક ટ્રસ્ટ વિભાગમાં જોડાવવા માંગતા યુવાનો ધોરણ 9 કે તેથી વધુ અભ્યાસ ધરાવતા હોવા જોઈએ.
 
શારીરિક ક્ષમતા:
પુરુષ ઉમેદવારની  ઉંચાઇ 5 ફુટથી ૬ ઇચ  હોવી જોઈએ. જ્યારે મહિલા ઉમેદવાર માટે 5 ફુટ ઉંચાઇ માન્ય રાખવામાં આવી છે. પુરૂષોને 800 મીટર દોડ 190 સેકન્ડમાં અને 10 દંડ અથવા 6 પુલઅપ્સ કરવાના રહેશે. જ્યારે મહિલા 400 મીટર દોડ 105 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. NCC, NSS, RSP,હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ વગેરે પ્રવૃત્તિ કરેલા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.


વય મર્યાદા:
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની વય 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ પદ માટેની બીજી અન્ય માહિતી actptrbrecuitments.com પરથી મળી જશે.