Layoffs 2023: હવે આટલી મોટી કંપનીમાં પણ છટણી! 30 ટકા કર્મચારીઓને કર્યા ઘરભેગા
Airbnb Layoffs: એરબીએનબીમાં છટણીના સમાચાર આઘાતજનક છે કારણ કે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્મે અગાઉ 2023 માં કંપનીનું વિસ્તરણ કરવાની યોજના જાહેર કરી હતી. આવી સ્થિતિમાં છટણીના સમાચાર કર્મચારીઓ માટે મોટો ઝટકો છે.
Airbnb Layoffs: વિશ્વભરમાં ઘણી મોટી કંપનીઓમાં છટણી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં મંદીના અવાજને કારણે લાખો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. હવે આ લિસ્ટમાં હોસ્પિટાલિટી ફર્મ AirBnBનું નામ પણ સામેલ થઇ ગયું છે. લાઇવમિન્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, કંપનીએ તેના 30 ટકા કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. Airbnbના આ નિર્ણયથી લોકોને આંચકો લાગ્યો છે કારણ કે કંપનીએ વર્ષ 2022માં કુલ 1.9 બિલિયન ડોલરનો નફો કર્યો હતો. આવી સ્થિતિમાં આટલા મોટા પાયે નફો કર્યા પછી પણ એરબીએનબીએ તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.
કેટલા કર્મચારીઓને અસર થશે-
નોંધનીય છે કે Airbnbના આ નિર્ણય બાદ કંપનીના કુલ કર્મચારીઓના 0.4 ટકાને અસર થશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Airbnbમાં કુલ 6,800 કર્મચારીઓ કામ કરે છે. એરબીએનબીમાં છટણીના સમાચાર આઘાતજનક છે કારણ કે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્મે અગાઉ 2023 માં કંપનીનું વિસ્તરણ કરવાની યોજના જાહેર કરી હતી. આવી સ્થિતિમાં છટણીના સમાચાર કર્મચારીઓ માટે મોટો ઝટકો છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બ્રાયન ચેસ્કીએ ગયા વર્ષે કહ્યું હતું કે અર્થવ્યવસ્થા અમારા વ્યવસાયને અસર કરશે નહીં.
કંપનીમાં 2 થી 4 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે-
આ સાથે કંપનીના ફાઇનાન્શિયલ ઓફિસર ડેવ સ્ટીફન્સને કહ્યું હતું કે કંપનીમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે આવનારા દિવસોમાં બિઝનેસને વધુ આગળ લઈ જશે. આ ઉપરાંત ડેવ સ્ટીફન્સને એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષની 11 ટકા વૃદ્ધિની સરખામણીએ આ વર્ષે વૃદ્ધિ 2 થી 4 ટકાની વચ્ચે રહેવાની ધારણા છે.
આલ્ફાબેટે પણ કર્મચારીઓની છટણી કરી હતી-
છેલ્લા 6 થી 7 મહિનામાં ઘણી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓની છટણી કરી છે. જેમાં ટ્વિટર, માઈક્રોસોફ્ટ, એમેઝોન, ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ જેવી ઘણી કંપનીઓના નામ સામેલ છે. તાજેતરમાં અલ્ફાબેટ ઇન્કના સેલ્ફ-ડ્રાઇવિંગ ટેક્નોલોજી યુનિટ વાયમોએ આ વર્ષે બીજા રાઉન્ડમાં કાપ મુક્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, બીજા રાઉન્ડમાં 137 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. આ સાથે આ કંપનીના કુલ કર્મચારીઓમાંથી 8 ટકા એટલે કે 209 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.