AMCમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી, 11 જૂલાઇ સુધી કરી શકાશે અરજી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્કની જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે કોઈપણ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટો ઉમેદવારી નોંધાવી શકશે. કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારના ત્રણ વર્ષ સુધી 19,950 ફિક્સ પગાર આપવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્કની જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે કોઈપણ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટો ઉમેદવારી નોંધાવી શકશે. કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારના ત્રણ વર્ષ સુધી 19,950 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી કેવલ-2 પે મેટ્રિક્સ 19,900-63200 તથા નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા જે ઉમેદવારની ઉંમર 33 વર્ષ સુધીની હોય તેઓ આ નોકરી માટે એપ્લાય કરી શકશે.
ક્યાં સુધી કરી શકશો અરજી
આ જગ્યા માટે ઉમેદવારો 11મી જૂલાઈ સાંજે 5.30 સુધી એપ્લાય કરી શકશે. આ જગ્યાની ભરતી માટે સત્તાવાર માહિતી આ https://ahmedabadcity.gov.in// Visit Recruitment & Results link and on “Apply Online” પરથી આગામી દિવસોમાં જાણી શકાશે.
ISRO માં કામ કરવાની શાનદાર તક, 27 જૂન સુધી કરી શકશો અરજી
જગ્યાની સંખ્યા: 434
વયમર્યાદા: 33 વર્ષથી વધુ નહી
લાયકાત
આ નોકરી માટે કોઈ પણ વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર એપ્લાય કરી શકશે. ઉમેદવાર સરકારના નિયમો મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ધોરણ 10-12, સ્નાતક, અનુસ્નાતક ડિગ્રીમાં કોમ્પ્યુટર વિષય તરીકે હશે તો પણ માન્ય ગણાશે. ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ નહી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય.
નોકરી માટે અમેઝોન ભારતીયોની સૌથી ફેવરિટ કંપની, માઇક્રોસોફ્ટ બીજા સ્થાને
અરજી કરવા માટે
આ જગ્યા માટે ઉમેદવારી નોંઘાવા માંગતા ઇચ્છુકો www.ahmedabadcity.gov.in પરથી ઓનલાઇન એપ્લાય કરી વધુ માહિતી મેળવવાની રહેશે. સહાયક જુનિયર ક્લાર્કની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે જેમાં 100 માર્કસનું પેપર લેવામાં આવશે. ભરતીની જાહેરાત મુજબ આ પેપરમાં જનરલ નોલેજ, ગુજરાતી ગ્રામર અને સાહિત્ય, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ અને લોજીક, બેઝિક કમ્પ્યુટર અને અમદાવાદ શહેર વિશે પ્રશ્નો પૂછાશે.