એર ઇન્ડીયામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. તેના માટે એર ઇન્ડીયાએ એઆઇ એરપોર્ટ સર્વિસ લિમિટેડ હેઠળ એપ્રેંટિસ/હેંડીવુમેન, કસ્ટમર એજન્ટ, યૂટિલિટી એજન્ટ સહ રેમ્પ ચાલક, રેમ્પ સેવા એજન્ટ, જૂનિયર એક્ઝિક્યૂટિવ ટેક્નોલોજી, ડ્યૂટી મેનેજર-ટર્મિનલ, ડેપ્યુટી ટર્મિનલ મેનેજર- પેક્સની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો પર અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.aiasl.in પર જઇને અરજી કરી શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 685 પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી પૂર્વી ક્ષેત્રમાં કલકત્તા એરપોર્ટ પર અને ઉત્તરી ક્ષેત્રમાં લખનઉ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ કાઢવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વપૂર્ણ તારીખો
કોલકાતા એરપોર્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 22 એપ્રિલ 2022
લખનઉ એરપોર્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 27 એપ્રિલ 2022


ખાલી જગ્યાની વિગતો
કોલકાતા એરપોર્ટ ખાલી જગ્યા
ટર્મિનલ મેનેજર - 1
સબ. ટર્મિનલ મેનેજર-PAX - 1
ડ્યુટી મેનેજર-ટર્મિનલ – 6
જુનિયર એક્ઝિક્યુટિવ-ટેક્નિકલ – 5
રેમ્પ સર્વિસ એજન્ટ – 12
યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 96
ગ્રાહક એજન્ટ - 206
એપ્રેન્ટિસ – 277


લખનઉ એરપોર્ટ ખાલી જગ્યા
ગ્રાહક એજન્ટ – 13
રેમ્પ સર્વિસ એજન્ટ / યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 15
હેન્ડીમેન - 25
જુનિયર એક્ઝિક્યુટિવ ટેકનિકલ - 1


શૈક્ષણિક લાયકાત
અરજી કરનાર ઉમેદવાર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ વિગતો જોઈ શકે છે.


વય મર્યાદા
ટર્મિનલ મેનેજર, ડેપ્યુટી. ટર્મિનલ મેનેજર-પેક્સ અને ડ્યુટી મેનેજર-ટર્મિનલ માટે વય મર્યાદા 55 વર્ષ છે. જ્યારે અન્ય પોસ્ટ માટે તે જનરલ માટે 28 વર્ષ અને OBC માટે 31 વર્ષ છે. SC/ST માટે તે 33 વર્ષ છે.


અરજી ફી
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફીના રૂપે રૂ. 500/- ચૂકવવાના રહેશે.