નવી દિલ્હીઃ Bank of Baroda Manager Recruitment 2021: બેન્ક ઓફ બરોડાએ મેનેજમેન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં મેનેજરની 511 જગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવી છે. જે ઉમેદવાર બેન્કમાં મેનેજર પદ પર ભરજી માટે અરજી કરવા ઈચ્છે છે તે બેન્કની સત્તાવાર વેબસાઇટ પર જઈને 29 એપ્રિલ 2020 સુધી અરજી કરી શકે છે. આ પદ કરાર આધારિત ભરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદોની કુલ સંખ્યાઃ 511


જગ્યાની વિગત
સીનિયર રિલેશનશિપ મેનેજર - 407 જગ્યા
ઈ-વેલ્થ રિલેશનશિપ મેનેજર- 50 ડગ્યા
ટેરીટરી હેડ- 44 જગ્યા
ગ્રુપ હેડ- 6 જગ્યા
પ્રોડક્ટ હેડ (ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રિસર્ચ) 1 પદ
ડિજિટ સેલ્સ મેનેજર- 1 પદ
આઈટી ફંક્શનલ એનાલિસ્ટ મેનેજર - 1 પદ


મહત્વપૂર્ણ તારીખ
બેન્ક ઓફ બરોડામાં મેનેજર ભરતી માટે ઓનલાઇન એપ્લીકેશન ફોર્મ ભરવાની પ્રારંભિક તારીખ- 9 એપ્રિલ


બેન્ક ઓફ બરોડામાં ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ
29 એપ્રિલ 2021


લાયકાત
બેન્ક ઓફ બરોડામાં ભરતી પરીક્ષા 2021 માટે ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, આ સિવાય સંબંધિત સ્ટ્રીમમાં પીજી હોવુ જોઈએ. આ સાથે અલગ-અલગ પદો માટે જુદી-જુદી લાયકાત નક્કી કરવામાં આવી છે. 


ઉંમર મર્યાદાઃ આ પદો પર અરજી કરવા માટે ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2021થી કરવામાં આવે છે. જુદી-જુદી જગ્યા માટે જુદી-જુદી ઉંમર નકી કરવામાં આવી છે. તેની વિસ્તૃત જાણકારી તમને વેબસાઇટ પર મળી જશે. 


અરજી ફીઃ બેન્ક ઓફ બરોડામાં આ પદ માટે ઉરજી કરવા માટે 600 રૂપિયા ફરી નક્કી કરવામાં આવી છે. જેની ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે. એસસી, એસટી અને મહિલા ઉમેદવારો માટે ફી 100 રૂપિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube