BOB Registration Deadline 2024: બેન્કમાં નોકરી કરવા ઈચ્છતા ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. બેન્ક ઓફ બરોડા (BOB)માં ઘણી જગ્યાઓ માટે બમ્પર ખાલી જગ્યાઓ છે. બેન્ક મેનેજર, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, રિલેશનશિપ મેનેજર, પ્રોડક્ટ હેડ અને અન્ય પોસ્ટની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજી કરવાની છેલ્લી તારીખ
બેન્ક ઓફ બરોડાની આ ખાલી જગ્યા માટે ઉમેદવારો 29 નવેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે.


લાયકાત
અરજદારો પાસે પોસ્ટ મુજબ લાયકાત હોવી જોઈએ. બેન્ક ઓફ બરોડાની આ ભરતી માટે ગ્રેજ્યુએટ/BE/B.Tech MBA/PGDM/CA/MBA ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.


વય મર્યાદા
ઉમેદવારની લઘુત્તમ ઉંમર વિવિધ પોસ્ટ્સ અનુસાર  22, 25, 26, 30 અને 33 વર્ષ હોવી જોઈએ. જ્યારે મહત્તમ ઉંમર પણ 28, 34, 35, 36, 40, 45 અને 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.


આટલી જગ્યાઓ માટે કરવામાં આવશે ભરતી
ભરતી અભિયાન દ્વારા બેન્ક ઓફ બરોડામાં કુલ 592 ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. તેમાંથી 139 પોસ્ટ્સ ડિજિટલ ગ્રુપ માટે છે અને 202 પોસ્ટ્સ રિસીવેબલ્સ મેનેજમેન્ટ પોસ્ટ માટે છે.


  1. ફાયનાન્સ – 1 જગ્યા

  2. MSME બેન્કિંગ – 140 જગ્યા

  3. ડિજિટલ ગ્રુપ – 139 જગ્યા

  4. એકાઉન્ટ્સ રીસીવેબલ મેનેજમેન્ટ – 202 જગ્યા

  5. IT – 31 જગ્યા

  6. કોર્પોરેટ અને સંસ્થાકીય લોન – 79 જગ્યા


અરજી ફી
જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 600 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે, SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ માત્ર 100 રૂપિયા ચૂકવવા પડશે.


પસંદગી પ્રક્રિયા
બેન્ક ઓફ બરોડા ભરતી 2024 પસંદગી પ્રક્રિયા હેઠળ પ્રથમ ઉમેદવારોના ઓળખપત્ર અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિના આધારે શોર્ટલિસ્ટ બનાવવામાં આવશે. પસંદગી પ્રક્રિયા ફક્ત તે ઉમેદવારો માટે જ આગળ વધશે જેઓ જરૂરી પાત્રતા પૂર્ણ કરે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનો રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.


આ રીતે કરો અરજી 


  • સૌથી પહેલા બેન્કની ઓફિશિયલ વેબસાઈટ bankofbaroda.in પર જાઓ.

  • હોમ પેજ પર કરિયરમાં કરન્ટ ભરતી સેક્શન પર જાઓ.

  • હવે ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.

  • આ પછી તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

  • અહીં પૂછવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરીને નોંધણી પૂર્ણ કરો.

  • આ પછી અન્ય વિગતો ભરો અને અરજી સબમિટ કરો.