રક્ષા મંત્રાલયે  ટ્રેડ્સમેન મેટ અને ફાયરમેનની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેમાં રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.  ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://aocrecruitment.gov.in/ પરથી અરજી કરી શકશે. ઉમેદવારોને તારીખ 26  ફેબ્રુઆરી સુધી અરજી કરવાની રહેશે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે. કે તેઓ અરજી કરતા પહેલા સૂચનાને ધ્યાનપૂર્વક વાંચે.
 
કુલ જગ્યા અને લાયકાત

રક્ષા મંત્રાલયમાં ટ્રેડમેનની કુલ 1,249 જગ્યાઓ ખાલી છે. જ્યારે ફાયરમેનની જગ્યાઓ માટે 544 જગ્યાઓ ખાલી છે. આમ કુલ 1,793 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.  માન્ય બોર્ડમાંથી 10 પાસ ઉમેદવારો આ પદ માટે કરી શકશે અરજી.  ટ્રેડસમેન પોસ્ટ માટે સંબંધિત વેપારમાં ITI ડિપ્લોમા ફરજિયાત છે. 
 
વય મર્યાદા અને ઉમેદવારી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની આ પદ માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. તો જ્યારે  ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. અને તે જ સમયે સાતમા પગાર પંચ અનુસાર ચુકવણી કરવામાં આવશે. આ પદ માટે  ટ્રેડ્સમેન મેટ લેવલ 1 હેઠળ ઉમેદવારને રૂપિયા 18 હજારથી 56 હજાર સુધી તો જ્યારે  લેવલ 2 હેઠળ રૂપિયા 19,900થી 63,200 સુધી પગાર મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ


સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે


એક વિવાહ ઐસા ભી! દેશી છોકરાના પ્રેમમાં પડી જર્મન યુવતી, ખેતરોમાં કરી રહી છે ખેતી
 
કેવી રીતે કરો અરજી
- ઉમેદવારને અરજી કરવા માટે  https://aocrecruitment.gov.in/ પર જઈને હોમપેજ પર લોગ ઈન પર ક્લિક કરો. 
- વ્યક્તિગત વિગતો દાખલ કરો અને નોંધણી કરો.
- પછી એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો અને ફોર્મ ભરો.
- હવે ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube