BSF Bharti 2023: ધોરણ-10 પાસ માટે સરકારી નોકરી આવી, BSFમાં આ જગ્યાઓ પર ભરતી શરૂ
BSFએ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના પદ પર ભરતી આવી છે. તેના માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે 1 માર્ચ 2023ના દિવસે સમાપ્ત થઈ રહી છે.
નવી દિલ્હીઃ BSF Recruitment 2023: જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. કેમ કે BSFએ કેટલીક ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવી છે. આ ભરતી અંતર્ગત બોર્ડર સિક્યોરિટી ફોર્સે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના પદ પર ભરતી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર તેની ઓફિશીયલ વેબસાઈટ rectt.bsf.gov.in પર જઈને અરજી કરી શકો છો. આ ભરતી માટે લાંબા સમયથી અરજી પ્રક્રિયા ચાલુ છે. ઈચ્છુક ઉમેદાર 1 માર્ચ 2023 કે તેની પહેલાં અરજી કરી દો.
વેકેન્સી ડિટેઈલ:
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 40 જગ્યા ભરવામાં આવશે.
અરજીની છેલ્લી તારીખ:
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2023 નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હે ભગવાન! હવે રોબોટની નોકરી પણ છીનવાઈ ગઈ, ગૂગલે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો
શૈક્ષણિક યોગ્યતા:
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલના પદ માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત શાળામાંથી 10મું પાસ અને સંબંધિત બ્રાંચમાંથી ડિપ્લોમા હોવા જરૂરી છે. જ્યારે કોન્સ્ટેબલના પદ પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની પાસે ધો.10 પાસ હોવાનું સર્ટિફિકેટ હોવાની સાથે આઈટીઆઈ પાસ હોવું જરૂરી છે.
વય મર્યાદા:
આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારની વય મર્યાદા 18થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
અરજી ફી:
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારને કોઈ અરજી ફી આપવી નહીં પડે.
આ પણ વાંચોઃ અમદાવાદ ઓએનજીસીમાં 56 પદો પર ભરતી, મહિને મળશે આટલો પગાર, જાણો તમામ વિગત
કેટલો પગાર મળશે:
ASI - ઉમેદવારને પગાર તરીકે 29,200થી લઈને 92,300 રૂપિયા
હેડ કોન્સ્ટેબલ - ઉમેદવારને 25,500થી લઈને 81,100 રૂપિયયા મળશે
કોન્સ્ટેબલ - ઉમેદવારને 21,700થી લઈને 69,100 સુધી રૂપિયા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube