નોકરી માટે ધક્કા ખાતા લોકોને પોતાના ધંધા તરફ દોરી જશે ઘી વેચીને લાખો કમાતી મહિલાની કહાની
કમલજીતે વર્ષ 2020માં મુંબઈમાં કિમ્મુઝ કિચનની શરૂઆત કરી હતી. જેમાં તેનો મુખ્ય હેતુ હતો કે લોકોને ઘરે બનાવેલું ઘી મળી રહે. જેમાં તેણે ખાસ પદ્ધતિથી ઘી તૈયાર કરવાની શરૂઆત કરી હતી. જેના માટે પંજાબના લુધિયાણાથી દૂધ મંગવા છે. ઘર જેવું જ ઘી બનાવવા માટે બહારથી મળતું દૂધ તેને પસંદ નહોંતું.
નવી દિલ્હીઃ આફતને અવસરમાં બદલતા આવડતું હોય તો કોઈની હિંમત નથી કે તેમને પાછળ છોડી શકે. એક મહિલાએ આ વાતને સાચી ઠેરવી છે. કોરોનાની મહામહારી જેવી વૈશ્વિક આફતને પણ અસરમાં બદલીને આ મહિલા લાખોની કમાણી કરે છે. એટલું જ નહીં પણ આ કમાણીમાંથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં પણ તે સૌથી આગળ છે. એક એવી મહિલા જેણે પોતાની ઓળખ ઊભી કરવા માટે અલગ જ રસ્તો પસંદ કર્યો. કોરોનાની વૈશ્વિક આફત વચ્ચે તેણે ઘી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. આ મહિલા છે 51 વર્ષીય કમલજીત કૌર. જેણે માખણ અને ક્રીમના બદલે દહીંમાથી ઘી બનાવવાનો વેપાર શરૂ કર્યો. જેનાથી તે દર મહિને 20 લાખ રૂપિયાની આવક મેળવી રહી છે.
લુધિયાણાથી મુંબઈ આવે છે દૂધ-
કમલજીતે વર્ષ 2020માં મુંબઈમાં કિમ્મુઝ કિચનની શરૂઆત કરી હતી. જેમાં તેનો મુખ્ય હેતુ હતો કે લોકોને ઘરે બનાવેલું ઘી મળી રહે. જેમાં તેણે ખાસ પદ્ધતિથી ઘી તૈયાર કરવાની શરૂઆત કરી હતી. જેના માટે પંજાબના લુધિયાણાથી દૂધ મંગવા છે. ઘર જેવું જ ઘી બનાવવા માટે બહારથી મળતું દૂધ તેને પસંદ નહોંતું. લુધિયાણાથી દૂધ લાવવું સરળ નહોંતું. પરણ કમલીત હાર ના માની દૂધ અને સ્વાદ, ગુણવત્તા જાળવી રાખી. જેથ ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહી.
આવી રીતે બનાવે છે ઘી?
આમ તો ઘી બનાવવાની ઘણી રીતે છે. પરંતુ કમલજીત બિલોના તકનિકથી ઘી બનાવે છે. જેમાં માખણ, ક્રીમ અથવા દૂધને બદલે દહીંમાંથી ઘી બનાવવામાં આવે છે. જેમાં સૌથી પેહલાં ગાયનું દૂધ ઉકાળી ઠંડુ કરવા મૂકી દેવામાં આવે છે. પછી તેમાં એક ચમચી દહીં નાખવામાં આવે છે. તે બાદ તેને આખી રાત રૂમમાં છોડી દેવામાં આવે છે. બીજા દિવસે તેમાં પ્રોસેસ કરી ઘી બનાવાવમાં આવે છે.
ઘી વેચીને દર મહિને કમાય છે 20 લાખ-
કમલજીત કૌરે બનાવેલું ઘી લેવા માટે ગ્રાહકોની પડાપડી થાય છે. ના માત્ર ભારતના પણ વિદેશના લોકોમાં પણ તેની ખુબ જ માગ છે. ઘીનો વેપાર એટલો બધો વધાર્યો છે કે કમલજીત દર મહિને ઘી વેચીને 20 લાખ રૂપિયાની કમાણી કરે છે. જો કે કમલજીત પોતાની કમાણીનો એક ટકા ભાગ ગુરુદ્વારામાં પૂજા અને ગરીબોના ભોજન માટે આપી દાન કરે છે.