નવી દિલ્હીઃ બેન્કમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક સૂવર્ણ તક આવી છે. હકીકતમાં દેશની ત્રીજી સૌથી મોટી રાષ્ટ્રીય બેન્કે સ્નાતક એપ્રેન્ટિસના પદ પર ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. કેનરા બેન્કમાં સ્નાતક એપ્રેન્ટિસની 3000 જગ્યા ખાલી છે, જેને ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નોટિફિકેશન પ્રમાણે અરજી પ્રક્રિયાની શરૂઆત 21 સપ્ટેમ્બરથી થશે અને ઉમેદવાર 4 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ canarabank.com ની મુલાકાત લેવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિફિકેશનને ધ્યાનથી વાંચે ઉમેદવાર
સત્તાવાર વેબસાઇટ પર આ ભરતીના નોટિફિકેશનની એક પીડીએફ ફાઇલ જારી કરવામાં આવી છે, જેમાં શૈક્ષણિક યોગ્યતા, પસંદગી પ્રક્રિયા, પગાર વગેરેની માહિતી સામેલ છે. ઉમેદવારોને સૂચન આપવામાં આવે છે કે અરજી ફોર્મ ભરતા પહેલા આ વિગતો ધ્યાનથી વાંચે.


ભરતી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 સપ્ટેમ્બર 2024ના આધાર પર કરવામાં આવશે.


અરજી પ્રક્રિયાની શરૂઆત 21 સપ્ટેમ્બરથી થશે અને 4 ઓક્ટોબર તેની છેલ્લી તારીખ છે.


ભરતી પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થશે. પહેલા એક ઓનલાઈન ટેસ્ટ હશે. પછી નોલેજ ટેસ્ટ અને લોકલ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. 


How to fill Canara Bank Apprentice Application Form ?
આ ભરતીનું અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે સૌથી પહેલા કેનરા બેન્કની સત્તાવાર વેબસાઇટ canarabank.com ની મુલાકાત લો.


વેબસાઇટ પર હોમ પેજ પર career સેક્શનમાં Recruitment પર ક્લિક કરો.


અહીં પર Engagement of Graduate Apprentice under Apprenticeship Act 1961”લિંક પર ક્લિક કરો.


હવે એપ્લીકેશન ફોર્મ તમારી સામે આવી જશે. તેને ભરો અને તમારા દસ્તાવેજ અપલોડ કરો. જો અરજી ફી હોય તો તેને ભરો અને સબમિટ કરી દો.