India Post Recruitment 2021: રમતવીરો માટે સારા સમાચાર: સરકારી નોકરીની શ્રેષ્ઠ તક, આ તારીખ સુધીમાં કરો અરજી
India Post Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક આવી છે. ભારત સરકારના પોસ્ટ વિભાગમાં આ ભરતી કરવામાં આવશે. તેના માટે સરકારે અરજીઓ મંગાવી છે. આ ભરતી કુલ 257 જગ્યાઓ માટે કરવામાં આવી છે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ માટે 93, શોર્ટનિંગ આસિસ્ટન્ટ માટે 9, પોસ્ટમેન માટે 113 અને MTS માટે 42 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
નવી દિલ્હી: રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક આવી છે. ભારત સરકારના પોસ્ટ વિભાગમાં આ ભરતી કરવામાં આવશે. તેના માટે સરકારે અરજીઓ મંગાવી છે. આ ભરતી કુલ 257 જગ્યાઓ માટે કરવામાં આવી છે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ માટે 93, શોર્ટનિંગ આસિસ્ટન્ટ માટે 9, પોસ્ટમેન માટે 113 અને MTS માટે 42 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જે લોકો સરકારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે એક સુવર્ણ તક આવી છે. ઈન્ડિયા પોસ્ટમાં મહારાષ્ટ્ર સર્કલમા 257 પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અધિકૃત વેબસાઇટ dopsportsrecruitment.in પર જઈને અરજી કરી શકે છે. નોટિસ અનુસાર આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટાના ઉમેદવારો માટે છે. ઉમેદવારો 27 નવેમ્બર સુધી અરજી કરી શકશે.
કેટલો હશે સેલેરી?
પોસ્ટલ આસિસ્ટન્ટ, શોર્ટિંગ આસિસ્ટન્ટ માટે પગાર ધોરણ રૂ. 25,500 થી રૂ. 81,100 છે. પોસ્ટમેન માટે પગાર ધોરણ રૂ. 21,700 થી રૂ. 69,100 સુધી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતીનું નોટિફિકેશન વાંચવું આવશ્યક છે.
કેટલી જગ્યાઓ પર કરાશે ભરતી?
આ ભરતી કુલ 257 જગ્યાઓ માટે કરવામાં આવી છે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટ માટે 93, શોર્ટનિંગ આસિસ્ટન્ટ માટે 9, પોસ્ટમેન માટે 113 અને MTS માટે 42 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
લાયકાત અને વય મર્યાદા કેટલી હશે?
પોસ્ટલ આસિસ્ટન્ટ/પોસ્ટમેનની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું જોઈએ. ટપાલ સહાયક/પોસ્ટમેન માટે 18 થી 27 વર્ષ અને MTS માટે 18 થી 25 વર્ષ. જો કે, SC/ST ને પાંચ વર્ષ, OBC ને ત્રણ વર્ષ, PWD જનરલ કેટેગરીને 10 વર્ષ, PWD SC, ST ને 15 વર્ષ, PWD OBC ને 13 વર્ષની છૂટ મળશે.
કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ?
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 27 નવેમ્બર 2021
આ રીતે અરજી કરી શકાશે-
તમે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે dopsportsrecruitment.in ની મુલાકાત લેવાની રહેશે. અહીં ભરતી વિભાગ પર ક્લિક કરીને તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરો. અહીં ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો