ઈન્ફોર્મેશન ટેક્નોલોજી આજના સમયમાં સૌથી વધુ જરૂરી છે. તેમાંથી તમામ પ્રકારની માહિતી વગેરે મેળવી શકાય છે. તે મુખ્યત્વે ડેટાને સ્ટોર કરવા, પુનઃપ્રાપ્ત કરવા, નિર્માણ કરવા અને તેની પ્રોસેસ અંગે છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી મુખ્યત્વે કોમ્પ્યુટર સિસ્ટમનો એક ભાગ છે. જેના દ્વારા વિવિધ કામો કરવામાં આવે છે. તેમાં સોફ્ટવેર અને હાર્ડવેર વગેરેની માહિતી પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમયની સાથે, આ ક્ષેત્રમાં ઝડપી ગતિ આવી રહી છે અને આ ગતિના કારણે, કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે રોજગારની તકો પણ વધી રહી છે. B.Tech કોર્સ વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી કરી શકે છે. આ કોર્સ મુખ્યત્વે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે છે. ચાલો અમે તમને કોર્સ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ માહિતી આપીએ.


BE કોર્સ ઈન ઈન્ફોર્મેશન ટેકનોલોજી
બીઈ ઈન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કોર્સ 4 વર્ષનો છે. વિદ્યાર્થીઓ માટે આ કોર્સ સરળ બને તે માટે તેને સેમિસ્ટર સિસ્ટમ પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યો છે. અને તે મુજબ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ પાસે આ ક્ષેત્રમાં નોકરીની અનેક તકો છે, જેમાં કામ કરીને તેઓ વાર્ષિક 1.5 લાખથી  6 લાખ સુધી આરામથી કમાઈ શકે છે. આ સિવાય વિદ્યાર્થીઓ કોર્સ પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે પણ જઈ શકે છે. કરિયર ઓપ્શન સંબંધિત માહિતી વિદ્યાર્થીઓ માટે વિગતવાર આપવામાં આવી છે.


ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બીઈ કોર્સ યોગ્યતા


  • - માત્ર 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અથવા 12મું પાસ કરેલો વિદ્યાર્થી જ કોર્સ માટે અરજી કરી શકે છે.

  • - પ્રવેશ માટે, વિદ્યાર્થીઓના ધોરણ 12માં ઓછામાં ઓછા 55 ટકાની જરૂર છે.

  • - અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર માર્ક્સની ટકાવારીમાં અમુક ટકાની છૂટ આપવામાં આવશે. મોટા ભાગે 5 ટકાની છૂટ આપવામાં આવે છે.

  • - પ્રવેશ માટેની વય મર્યાદા 17થી 23 વર્ષ નક્કી કરવામાં આવી છે.

  • - ડિપ્લોમા કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ લેટરલ એન્ટ્રીના માધ્યમથી કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે.

  • - JEE એન્ટ્રન્સ પરીક્ષા માટે, વિદ્યાર્થીઓએ ના માત્ર સારો AIR રેન્ક,  પરંતુ ધોરણ 12માં 75 પર્સેન્ટાઈલ મેળવવા પણ ફરજિયાત છે.

  • -દરેક એન્ટ્રન્સ એક્ઝામ અને સંસ્થાના પોતાની યોગ્યતા હોય છે.  જેના વિશે વિદ્યાર્થીઓએ જાણવાની જરૂર છે.


ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બીઈ કોર્સના પ્રકાર
કેટલાક એન્જિયરિંગ અભ્યાસક્રમોમાં, મેરિટ અને એન્ટ્રન્સ એક્ઝામ  બંનેના આધારે પ્રવેશ મેળવી શકાય છે, જ્યારે ઘણા એવા અભ્યાસક્રમો છે જેમાં એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા જ પ્રવેશ લઈ શકાય છે. પરંતુ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં B.Tech કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે આ કોર્સમાં પ્રવેશ મેરિટ અને એન્ટ્રન્સ ટેસ્ટ બંનેના આધારે લઈ શકાય છે.


ધોરણ 12માં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે મેરિટ આધારિત પ્રવેશ આપવામાં આવે છે. આનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીઓએ મેરિટના આધારે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય તો ધોરણ 12માં સારું પ્રદર્શન કરવું પડશે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના આધારે, સંસ્થાઓ મેરિટ અથવા કટ ઓફ લિસ્ટ બનાવે છે. જેના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.


એન્ટ્રન્સ એક્ઝામના આધારે પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે ભારતમાં ત્રણ સ્તરે પરીક્ષા લેવામાં આવે છે.


  • 1. રાષ્ટ્રીય સ્તર

  • 2. રાજ્ય સ્તર

  • 3. સંસ્થા સ્તર


વિદ્યાર્થીઓએ આ ત્રણેય સ્તરો પર લેવામાં આવતી પરીક્ષામાં ઉપસ્થિત રહીને સારો સ્કોર કરવો પડશે. ત્યારબાદ કાઉન્સેલિંગ અથવા ઈન્ટરવ્યૂના આધારે વિદ્યાર્થીઓને સીટ ફાળવવામાં આવે છે.   જે મુજબ તેઓએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ટૉપ એન્ટ્રન્સ એક્ઝામનું લિસ્ટ


  • 1. JEE મેન્સ અને JEE એડવાન્સ

  • 2. WBJEE

  • 3. BITS

  • 4. AIEEE

  • 5. KITEE

  • 6. MHT CET


ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બીઈ કોર્સ માટેની ટોચની કોલેજો અને ફીની યાદી


  • ચંદીગઢ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ચંદીગઢ - 55,850 રૂપિયા

  • ADIT, વિદ્યાનગર - 76,500 રૂપિયા

  • BITS, રાંચી - 1,80,095 રૂપિયા

  • આદિત્ય એન્જિનિયરિંગ કોલેજ બીડ - 55,500 રૂપિયા 

  • નેતાજી સુભાષ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્લી - 61,750 રૂપિયા 

  • IIT હાવડા - 70,000 રૂપિયા

  • જાદવપુર યુનિવર્સિટી, જાદવપુર - 2,7450 રૂપિયા

  • આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, બેંગ્લોર - 76,750 રૂપિયા

  • BMS કોલેજ ઓફ એન્જિનિયરિંગ, બેંગ્લોર - 85,000 રૂપિયા

  • PES યુનિવર્સિટી, બેંગ્લોર - 2,80,000 રૂપિયા


ટોચની IIT અને NIT કોલેજો


  • IIT રૂરકી

  • IIT કાનપુર

  • IIT ત્રિચી

  • IIT બોમ્બે

  • NIT સુરથકલ


ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બીઇ કોર્સનો અભ્યાસક્રમ
વિદ્યાર્થીઓને મદદ કરવા માટે, 4 વર્ષની અવધિના આ અભ્યાસક્રમનો વાર્ષિક અભ્યાસક્રમ નીચે મુજબ છે-
પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ


  • ફિઝિક્સ 1

  • મેથેમેટિક્સ 1

  • એન્જિનિયરિંગ મિકેનિક્સ

  • ઈલેક્ટ્રિકલ સર્કિટ

  • બેઝિક ઈલેક્ટ્રોનિક્સ

  • ઈન્ટ્રોડક્શન ટૂ પ્રોગ્રામિંગ

  • ડેટા સ્ટ્રક્ચર્સ એન્ડ  એલ્ગોરિધમ્સ

  • મેથેમેટિક્સ 2

  • ફિઝિક્સ 2

  • ડિજિટલ લૉજિક એન્ડ સર્કિટ

  • ઈલેક્ટ્રિકલ મેઝરમેન્ટ

  • કોમ્યુનિકેટિવ ઈન્ગ્લિશ

  • પ્રેક્ટિકલ


બીજા વર્ષનો અભ્યાસક્રમ


  • મેથેમેટિક્સ 3

  • ડીબીએમએસ

  • ઑબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ

  • કમ્પ્યુટર ગ્રાફિક

  • પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિકેશન

  • કમ્પ્યુટર આર્કિટેક્ચર

  • ઑબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ

  • સોફ્ટવેર એન્જિનિયરિંગ

  • કમ્પ્યુટર નેટવર્ક્સ

  • માઈક્રો પ્રોસેસર

  • મેથેમેટિક્સ 4

  • ન્યૂમેરિકલ મેથર્ડ એન્ડ ઑપ્ટિમાઇઝેશન ટેકનિક

  • પ્રેક્ટિકલ


ત્રીજા વર્ષનો અભ્યાસક્રમ


  • વાયરલેસ નેટવર્ક

  • ગ્રાફ થિયોરી

  • વેબ ટેકનોલોજી 1

  • પ્રિન્સિપલ ઓફ કોમ્પ્યુટર ડિઝાઈન

  • મલ્ટી મીડિયા કોડિંગ એન્ડ કોમ્યુનિકેશન

  • ઓપરેટિંગ સિસ્ટમ

  • ક્રિપ્ટોગ્રાફી એન્ડ નેટવર્ક સુરક્ષા

  • વેબ ટેકનોલોજી 2

  • ડિસ્ટ્રિબ્યૂટેડ સિસ્ટમ એલ્ગોરિધમ

  • ડિઝાઈન એન્ડ એનાલિસિસ અલ્ગોરિધમ

  • ઈલેક્ટિવ 1

  • પ્રેક્ટિકલ

  • ફોર્મલ લેંગ્વેજ એન્ડ ઑટોમેટા


ચોથા વર્ષનો અભ્યાસક્રમ


  • ઈલેક્ટ્રિક 2

  • ઈલેક્ટ્રિક 3

  • ઈમેજ પ્રોસેસિંગ

  • માઈનોર પ્રોજેક્ટ

  • મેનેજમેન્ટ

  • ઈલેક્ટિવ 4

  • ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ

  • ડિસ્ટ્રીબ્યૂટર સિસ્ટમ એન્ડ એપ્લિકેશન

  • પ્રોજેક્ટ

  • વાઈવા-વોસ

  • પ્રેક્ટિકલ

  • સેમિનાર


ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બીઈ કોર્સ પછી જોબ પ્રોફાઈલ


  • એસોસિએટ સોફ્ટવેર એન્જિનિયર

  • કોમ્પ્યુટર પ્રોગ્રામર

  • ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર

  • માહિતી સિસ્ટમ મેનેજર

  • કોમ્પ્યુટર સપોર્ટ નિષ્ણાંત

  • કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર

  • સિસ્ટમ ડિઝાઈનર 

  • તકનીકી પ્રશિક્ષક

  • વેબ ડેવલપર

  • જાવા ડેવલપર

  • નેટવર્કિંગ એન્જિનિયર

  • પ્રોજેક્ટ પ્રમુખ 

  • પ્રોગ્રામર વિશ્લેષક

  • સિસ્ટમ એન્જિનિયર

  • સોફ્ટવરે ડેવલપર

  • એક્ઝિક્યુટિવ મેનેજર

  • ટ્રેનર


ઉપર આપેલી જોબ પ્રોફાઇલ પર કામ કરીને, એક વિદ્યાર્થી વાર્ષિક 2 થી 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. અનુભવ સાથે પગાર વધતો રહે છે.


ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BE કોર્સ પછી રોજગારના ક્ષેત્રો


  • સરકારી ક્ષેત્ર

  • શૈક્ષણિક સંસ્થાઓ 

  • આઈટી સેક્ટર

  • હાર્ડવેર/સોફ્ટવેર કંપનીઓ

  • ફેસબુક

  • Google

  • એપલ

  • એમેઝોન


ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BE કોર્સ પછી ઉચ્ચ શિક્ષણના વિકલ્પો
અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પણ જઈ શકે છે. જેમાં તે ME એટલે કે માસ્ટર લેવલનો અભ્યાસ કરી શકે છે અને પછી એમફીલ અથવા પીએચડી માટે અરજી કરી શકે છે. પીએચડી પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાં પ્રોફેસર તરીકે કામ કરીને આરામથી વાર્ષિક 5થી 10 લાખ રૂપિયા કમાઈ શકે છે.