Courses after 12th: ધોરણ 12 પછી કરશો આ કોર્સ તો લાખો મળશે સેલેરી, માર્કેટમાં છે ખૂબ જ ડિમાંડ
Courses after 12th: ધોરણ 12 પછીનો સમય ખૂબ મહત્વનો પણ હોય છે. તેથી આ સમયે એવા કોર્સની પસંદગી કરવી જોઈએ જેમાં ભવિષ્ય ઉજજ્વળ હોય અને તમને આગળ વધવાની પૂરતી તકો મળે. આજે તમને કેટલાક એવા કોર્સ વિશે જણાવીએ જેને તમે ધોરણ 12 પછી કરી શકો છો અને તેને પૂરા કર્યા પછી તમે લાખો રૂપિયાની કમાણી પણ કરી શકો છો.
Courses after 12th: ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા પછી સૌથી મુશ્કેલ નિર્ણય કરવાનો સમય આવે છે. આ નિર્ણય હોય છે કે કયા ફિલ્ડમાં આગળ વધવું અને કારકિર્દી બનાવવી. આ સમય ખૂબ મહત્વનો પણ હોય છે કારણ કે તમે જે પણ ફિલ્ડની પસંદગી કરો છો તેના ઉપર તમારા ભવિષ્યનો પણ આધાર હોય છે. તેથી એવા કોર્સની કે એવા કરિયરની જ પસંદગી કરવી જોઈએ જેમાં ભવિષ્ય ઉજજ્વળ હોય અને તમને આગળ વધવાની પૂરતી તકો મળે. આજે તમને કેટલાક એવા કોર્સ વિશે જણાવીએ જેને તમે ધોરણ 12 પછી કરી શકો છો અને તેને પૂરા કર્યા પછી તમે લાખો રૂપિયાની કમાણી પણ કરી શકો છો. આ કોર્સ એવા છે જેને કર્યા પછી તમે નોકરી પણ કરી શકો છો અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ શરૂ કરી શકો છો.
આ પણ વાંચો:
Indian Railways આપી રહી છે 80,000 રૂપિયા કમાવાની તક, જાણો શું છે સરકારનો પ્લાન?
Teacher Job Eligibility: શિક્ષક બનવા માટે બદલાઈ ગયા છે નિયમો, હવે આ ભણતર જ આવશે કામ
Income Tax Refund: ઈનકમ ટેક્સ રિફંડ અંગે ખુબ સારા સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય
નર્સિંગ અથવા તો ફિઝીયોથેરાપીમાં ડિપ્લોમા
મેડિકલ નો અભ્યાસ મોંઘો હોય છે પરંતુ તે કર્યા પછી કમાણી સારી થાય છે. પરંતુ જો તમે મેડિકલનો અભ્યાસ કરવા માંગતા નથી તો તમે નર્સિંગ અથવા તો ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા કરી શકો છો. આ બંને કોર્સની ખાસિયત એ છે કે તમે કર્યા પછી પોતાની ક્લિનિક પણ ખોલી શકો છો અથવા તો મોટી હોસ્પિટલમાં તમને સારા પગારે નોકરી પણ મળી શકે છે.
ડિઝાઇનિંગમાં ડિપ્લોમા
જો તમારી ક્રિએટિવિટી સારી છે અને તમને નવી નવી વસ્તુઓ બનાવવાનો શોખ છે તો ડિઝાઇનિંગ કોર્સ તમારા માટે બેસ્ટ છે. ધોરણ 12 પછી તમે ફેશન ડિઝાઈનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ જેવા કોર્સ કરી શકો છો. આ કોર્સ કર્યા પછી તમે ફ્રીલાન્સ કામ કરી શકો છો અને મોટી કંપનીમાં તમને નોકરી પણ મળી શકે છે. જો તમારી ક્રિએટિવિટી સારી છે તો આ કોર્સ કર્યા પછી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
લેંગ્વેજ ટ્રાન્સલેટર ડિપ્લોમા
દેશમાં અલગ અલગ ભાષાઓના ટ્રાન્સલેટરની માંગ પણ વધી રહી છે. ટ્રાન્સલેટર ની જરૂરિયાત અલગ અલગ સરકારી વિભાગોમાં ખાનગી કંપનીઓમાં પણ હોય છે. તમે ટ્રાન્સલેટર ડિપ્લોમા કોર્સ ધોરણ 12 પછી કરી શકો છો. આ કોર્સ છ મહિનાથી લઈને એક વર્ષ સુધીનો હોય છે. ટ્રાન્સલેટરમાં ચાઈનીઝ, ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષામાં સૌથી વધુ ડિમાન્ડ હોય છે.