CRPF માં 2439 જગ્યાઓ છે ખાલી, કોઈપણ પરીક્ષા વગર કરાશે સીધી ભરતી, આ રીતે કરો અરજી
CRPF માં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો CRPF ની સત્તવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને એપલાય કરી શકે છે. આ પદો (CRPF Recruitment 2021) માટે ઉમેદવાર 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2021 સુધી યોજાનાર ઇન્ટરવ્યૂમાં હાજરી આપી શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ CRPF Recruitment 2021: ઉમેદવારોએ અરજી કરતા પહેલા આપેલી આ બધી બાબતો કાળજીપૂર્વક વાંચવી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં નોકરીનું મન બનાવી ચુકેલા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. આ (CRPF Recruitment 2021) માટે CRPF એ 2439 પદો માટે અરજીઓ મંગાવી છે.
CRPF માં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો CRPF ની સત્તવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને એપલાય કરી શકે છે. આ પદો (CRPF Recruitment 2021) માટે ઉમેદવાર 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2021 સુધી યોજાનાર ઇન્ટરવ્યૂમાં હાજરી આપી શકે છે.
આ સિવાય ઉમેદવાર આ લિંક https://crpf.gov.in/rec/recruitment-details.htm?219/AdvertiseDetail&219/AdvertiseDetail પર ક્લિક કરીને આ પદો (CRPF Recruitment 2021) નું એપ્લિકેશન ફોર્મેટ જોઈ શકો છો. સાથો આ લિંક https://crpf.gov.in/rec/recruitment-details.htm?219/AdvertiseDetail&219/AdvertiseDetail ના માધ્યમથી સત્તવાર નોટિફિકેશન (CRPF Recruitment 2021) જોઈ શકો છો. આ ભરતી (CRPF Recruitment 2021) પ્રક્રિયા અંતર્ગત કુલ 2439 ને ભરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ:
ઇન્ટરવ્યૂની તારીખ - 13 થી 15 સપ્ટેમ્બર, 2021
ખાલી જગ્યાની વિગતો:
AR- 156 પદ
BSF- 365 પદ
CRPF- 1537 પદ
ITBP- 130 પદ
SSB- 251 પદ
લાયકાત:
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારો CAPF, AR અને સશસ્ત્ર દળોના નિવૃત્ત કર્મચારી હોવા જોઈએ.
વયમર્યાદા:
ઉમેદવારોની ઉંમર સરકારી ધારા-ધોરણ મુજબની રહેશે.