Gargi College: આ કોલેજમાં ભણવું દરેક યુવતીનું સપનું, એડમિશન માટે થાય પડાપડી, ફક્ત ગ્રેજ્યુએશન કરે તેની પણ લાઈફ થઈ જાય સેટ
Gargi College: દિલ્હી યુનિવર્સિટીની આ કોલેજમાં અભ્યાસ કરવો દરેક યુવતીનું સપનું હોય છે. આ કોલેજમાં ફક્ત ગ્રેજ્યુએશન પણ જે વિદ્યાર્થી કરે છે તેની લાઈફ સેટ થઈ જાય છે. અહીં ભણવું કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેથી દર વર્ષે આ કોલેજમાં એડમિશન માટે પડાપડી થાય છે.
Gargi College: દિલ્હી યુનિવર્સિટીની કોલેજોમાં એડમિશન માટે યુવાઓ વચ્ચે પડાપડી જોવા મળે છે. દિલ્હી યુનિવર્સિટીની કેટલીક કોલેજો એજ્યુકેશન અને કરિયરની દ્રષ્ટિએ વર્લ્ડ ફેમસ છે. આમ તો દિલ્હી યુનિવર્સિટીની અનેક કોલેજો પ્રખ્યાત છે પરંતુ ગાર્ગી કોલેજ યુવતીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થીની ધોરણ 12 પછી ફક્ત ગ્રેજ્યુએશન કરીને સારા પેકેજની નોકરી મેળવવા ઈચ્છતી હોય તો આ કોલેજમાં અભ્યાસ કરવો બેસ્ટ રહેશે. ગાર્ગી કોલેજમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને પણ લાખોના પેકેજની નોકરી આરામથી મળી જાય છે.
આ પણ વાંચો: High Paying Jobs: દેશના Top 5 સેક્ટર્સ, જેમાં કરિયર એટલે ઊંચા પગારની નોકરી પાક્કી
બેસ્ટ કોલેજ પ્લેસમેન્ટ માટે પ્રખ્યાત
ધોરણ 12 પછી એન્જિનિયરિંગ કે મેડિકલ ફિલ્ડમાં ન જઈને સારી સેલેરીની નોકરી મેળવવી હોય તો ગાર્ગી કોલેજ તમારી દીકરીની લાઈફ બનાવી શકે છે. આ કોલેજમાં માત્ર ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને પણ લાખોના પેકેજની નોકરી મળ્યાના દાખલા છે. કોલેજ પ્લેસમેન્ટમાં 21.5 લાખ સુધીના પેકેજની નોકરી વિદ્યાર્થીઓને મળી હોય તેવા પણ ઉદાહરણ છે. NIRF રેન્કિંગ 2024 માં પણ આ કોલેજને 59.28 સ્કોર સાથે 31 મું સ્થાન મળ્યું છે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોલેજનો સ્કોર નીચે આવ્યો છે ગયા વર્ષે કોલેજ 23 માં સ્થાન પર હતી.
આ પણ વાંચો: આ કોલેજમાં MBBS ની ફી 12000 રૂપિયા, ચેક કરો દેશની સૌથી સસ્તી મેડિકલ કોલેજોનું લીસ્ટ
ગાર્ગી કોલેજની સ્થાપના 1967માં થઈ હતી. કોલેજની ગણતરી દિલ્હી યુનિવર્સિટીની ટોપ કોલેજોમાં થાય છે. આ સંસ્થાને ભારત સરકારના બાયો ટેકનોલોજી વિભાગ દ્વારા સ્ટાર કોલેજની ઉપાધી પણ આપવામાં આવી છે.
દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજને યુવતીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે. બોલીવુડની ઘણી હસ્તીઓ પણ આ કોલેજની વિદ્યાર્થીનીઓ રહી ચૂકી છે. આ લિસ્ટમાં સાનિયા મલ્હોત્રા, હુમા કુરેશી, ઉર્વશી રૌતેલા, સોનલ ચૌહાણનું નામ પણ આવે છે.
આ પણ વાંચો: શેર માર્કેટમાં રસ પડે છે? તો ટ્રેડિંગ સેક્ટરમાં બનાવો કરિયર, રોજની આવક હશે લાખોમાં
ગાર્ગી કોલેજમાં આર્ટસ, હ્યુમેનિટીઝ, કોમર્સ, સાયન્સ અને એજ્યુકેશન વિષયો પર અભ્યાસ થાય છે. આ કોલેજમાં બોટની, કેમેસ્ટ્રી, કોમર્સ, એલિમેન્ટરી એજ્યુકેશન, માઈક્રોબાયોલોજી, ફિઝિક્સ, સાયકોલોજી અને વુમન ડેવલોપમેન્ટ સેન્ટર જેવા નવ ડિપાર્ટમેન્ટ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)