Disney Workers Lay Off: ડિઝની 7000 કર્મચારીઓની કરશે છટણી, કંપનીના માળખામાં થશે મોટા ફેરફાર
Disney Workers Lay Off: ડિઝનીમાંથી 7000 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે, કંપનીનું પુનર્ગઠન કરવામાં આવશે
Disney: ડિઝની કંપનીમાંથી 7000 કર્મચારીઓને છૂટા કરવામાં આવી શકે છે. આ છટણી કંપનીના કુલ કર્મચારીઓના 3.6 ટકા છે. કંપનીને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવશે: ફિલ્મ ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ, રમત-કેન્દ્રિત ESPN યુનિટ અને ડિઝની પાર્ક્સ એક્સપિરિયન્સ એન્ડ પ્રોડક્ટ્સ.
વોલ્ટ ડિઝની કંપનીએ જણાવ્યું હતું કે કંપનીનું કોર્પોરેટ પુનર્ગઠન જાહેર કરવામાં આવશે, જેના પરિણામે 7,000 જેટલા કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. આ પ્રક્રિયા દ્વારા, કંપની $5.5 બિલિયન બચાવવા માંગે છે. આ છટણી કંપનીના કુલ કર્મચારીઓના 3.6 ટકા છે. માહિતી અનુસાર, કંપનીને ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ, રમત-કેન્દ્રિત ESPN યુનિટ અને ડિઝની પાર્ક્સ એક્સપિરિયન્સ અને પ્રોડક્ટ્સ એમ ત્રણ સેગમેન્ટમાં ફરીથી વહેંચવામાં આવશે.
આ પણ વાંચો:
વધુ એક મોટી આફતના એંધાણ, ભારતમાં લાખો લોકોનું જીવન જોખમમાં
Gautam Adani: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની તસ્વીર બદલશે અદાણી
ગ્રાહકો ઓછા થવાના દબાણ વચ્ચે કંપનીએ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે ડિઝની પ્લસના સબસ્ક્રિપ્શનમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્ટ્રીમિંગ મીડિયા યુનિટને $1 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. અગાઉ, કંપનીએ નવેમ્બર 2020માં છટણીની જાહેરાત કરી હતી, જેમાં 32,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube