UCL Global Undergraduate Scholarship Registration:ગુજરાતીઓ વિદેશમાં ભણવા માટે આકાશ પાતાળ એક કરે છે. દરેક એવું ઈચ્છે છે કે પોતાનું બાળ વિદેશમાં જઈને અભ્યાસ કરે. યુનિવર્સિટી કોલેજ લંડનમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા માટે ઓછી આવક ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ ઓફર કરે છે. રજિસ્ટ્રેશન શરૂ થાય એ સમયે વિદેશમાં ભણવા માટેનો રસ ધરાવતા અને પાત્ર વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનિવર્સિટી કુલ 10 વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ફી અને રહેઠાણનો ખર્ચ ચૂકવે છે અને માત્ર 23 વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી ચૂકવે છે. યુનિવર્સિટીની વેબસાઈટ પર વિગતો છે કે તેઓ કેવી રીતે નક્કી કરે છે કે કોઈ પરિવાર ગરીબ છે કે નહીં, તેની માહિતી એક અલગ પેજ પર ઉપલબ્ધ હશે. 


દેશભરમાંથી દર વર્ષે વિદેશમાં ભણવા માટે 13 લાખ છાત્રો બહાર જાય છે. પૈસા ના હોય તો દેવું કરીને કે લોન લઈને જાય છે આમ છતાં વિદેશ ભણવાનો ભારતીયોનો મોહ ઓછો થયો નથી. ભણવા માટે બ્રિટન, કેનેડા અને અમેરિકા એ ભારતીયોને ફેવરિટ પ્લેસ છે. હવે બ્રિટનનો ક્રેઝ વધ્યો છે. જો તમે અહીં ભણવા જવા માગો છો તો યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, જો કોઈ પરિવારની વાર્ષિક આવક 42,875 પાઉન્ડ (45,89,000 રૂપિયા)થી ઓછી હોય તો તેને ગરીબ ગણવામાં આવશે, પરંતુ આ માત્ર એક માર્ગદર્શિકા છે અને જો કોઈની આવક આનાથી વધુ હોય તો પણ તે ગરીબ ગણાશે. 


UCL Global Undergraduate Scholarship: Eligibility


ઉમેદવારો યુકેની બહારના કોઈપણ દેશમાંથી હોઈ શકે છે પરંતુ આ તમામ માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે.


UCL ખાતે પૂર્ણ-સમયની અંડરગ્રેજ્યુએટ ડિગ્રીમાં પ્રવેશ માટેની અરજી સબમિટ કરવી પડશે.


વિદેશી ફી દર ચૂકવવા માટે તમે પાત્ર હોવા જોઈએ


ઓછી આવકની ધરાવતા ફેમિલીનું બૈકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.


યુસીએલ ગ્લોબલ અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ: અરજી કરવા માટે  અહીં આપેલી સત્તાવાર વેબસાઇટની વિઝીટ કરો: www.ucl.ac.uk


તમારી સામાન્ય વિગતોનો ઉપયોગ કરીને લૉગિન કરો.


એપ્લિકેશન સ્ક્રીન પર 'સક્રિય એપ્લિકેશન' માટે 'View' બટન પર ક્લિક કરો.


'ફંડિંગ', પછી 'ફંડ્સ ઉપલબ્ધ' પર ક્લિક કરો.


તમે જે શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો,


હવે તમારું અરજી ફોર્મ ભરો. આ સાથે તમારું ભરેલું ફોર્મ સેવ કરો અને તેની પ્રિન્ટ આઉટ પણ લો.


આ શિષ્યવૃત્તિ સમગ્ર શિક્ષણ માટે માન્ય છે. જો કોઈ વિદ્યાર્થીને તેમના અભ્યાસ દરમિયાન અન્ય કોઈ સ્ત્રોતમાંથી કોઈ પૈસા મળે છે, તો તેણે યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતેના વિદ્યાર્થી ભંડોળ કાર્યાલયને જાણ કરવી પડશે, પછી ભલે તે નાણાં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરતા પહેલાં કે પછી પ્રાપ્ત થયા હોય.