નવી દિલ્લી: કોરોના મહામારીની વચ્ચે ડિજિટલ ટેલેન્ટની ડિમાન્ડ ઘણી વધી છે. એવામાં દેશની આઈટી કંપનીઓ મોટાપાયે હાયરિંગ કરી રહી છે. તેમાં ફ્રેશર્સની સંખ્યા સૌથી વધારે છે. ચાલુ નાણાંકીય વર્ષ 2021-22માં દેશની ચાર મોટી આઈટી કંપની ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને વિપ્રો એક લાખથી વધારે ફ્રેશર્સને હાયર કરશે. આ દાવો ચારેય કંપનીઓ તરફથી ક્વાર્ટર રિઝલ્ટની જાહેરાત સાથે કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી પાસે 1 રૂપિયાની જૂની નોટ હોય તો જલ્દી કાઢો, રૂપિયાની નોટથી આ રીતે કરી શકો છો લાખોની કમાણી!


ટીસીએસમાં 35,000 ફ્રેશર્સને નોકરીની તક:
દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ એટલે ટીસીએસે કહ્યું કે તે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 35,000 ફ્રેશર્સને હાયર કરશે. આ હાયરિંગ પછી ચાલુ નાણાંકીય વર્ષમાં તેના કુલ હાયરિંગનો આંકડો 78,000 સુધી પહોંચી જશે. છેલ્લાં 6 મહિનામાં કંપની 43,000 ગ્રેજ્યુએટને હાયર કરી ચૂકી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટીસીએસનો એટ્રિશન રેટ વધીને 11.9 ટકા થઈ ગયો જે જૂન ક્વાર્ટરમાં 8.6 ટકા હતો. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તે વધતા એટ્રિશન રેટને લઈને ચિંતિંત છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી 2-3 અઠવાડિયામાં તેમાં તેજી જળવાઈ રહેશે.


Infosys Hiring plan:
ઈન્ફોસિસ હાયરિંગની વાત કરીએ તો તે ચાલુ નાણાંકીય વર્ષમાં 45,000 કોલેજ ફ્રેશર્સને હાયરિંગ કરશે. પહેલા કંપનીએ 35,000 ફ્રેશર્સને હાયર કરવાનો પ્લાન બનાવ્યો હતો. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવે કહ્યું કે તે વધતાં એટ્રિશન રેટને ધ્યાનમાં રાખતાં કંપનીએ ફ્રેશર્સના હાયરિંગમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.


Wipro Hiring Plan:
વિપ્રોની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિઝલ્ટની સાથે જ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ Thierry Delaporte એ કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 8100 ગ્રેજ્યુએટને કોલેજમાંથી હાયર કર્યા છે. તેમણે કહ્યું કે કંપની આગામી નાણાંકીય વર્ષમાં 25,000 કોલેજ ફ્રેશર્સને હાયર કરવાનું પ્લાનિંગ કરી રહી છે.


HCL Tech hiring:
એચસીએલ ટેકનોલોજીની વાત કરીએ તો કંપનીએ કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં 20-22 હજાર ફ્રેશર્સને હાયર કરશે. કંપની આગામી નાણાંકીય વર્ષ સુધી 30,000 ફ્રેશર્સને ટીમમાં સામેલ કરવાની તૈયારીમાં જોડાયેલું છે.
 


શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...


Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


પોલીસવાળાએ આ અભિનેત્રીને કહ્યું તારો બિકીનીવાળો ફોટો બતાવ, તને અંદરથી જોવાની ઈચ્છા થઈ છે!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube