મુંબઇ: રિટેલ તથા રોજિંદા ઉપયોગ લેવામાં આવતી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટકાઉ વસ્તુ (એફએમસીજી એન્ડ ડી) ક્ષેત્રોમાં ચાલુ નાણાકીય વર્ષ પહેલાં છ મહિનામાં રોજગારના 2.76 લાખ નવા અવસર પેદા થવાનું અનુમાન છે. એક રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે. ટીમલીઝ સર્વિસિઝના અર્ધવાર્ષિક 'રોજગાર પરિદ્વશ્ય'માં કહેવામાં આવ્યું છે કે શુદ્ધ રોજગાર લેન્ડસ્કેપના મામલે રિટેલ ક્ષેત્ર બે ટકાના દરથી વૃદ્ધિ કરશે અને રોજગારની 1.66 લાખ નવી તકો ઉભી થશે. આ પ્રકારે એફએમસીજી એન્ડ ડી ક્ષેત્રમાં એક ટકાનો વધારો થશે અને આ રોજગારના 1.10 લાખ નવા અવસર જોડાશે. 


રિપોર્ટ અનુસાર રિટેલ ક્ષેત્રમાં દિલ્હી 27,560 રોજગારના અવસર સાથે ટોચ પર રહેશે. ત્યારબાદ 22,770 તકો સાથે બેંગલુરૂ બીજા સ્થાન પર રહેશે. આ પ્રકરે એફએમસીજી એન્ડ ડી ક્ષેત્રમાં 14,770 રોજગારની તકો સાથે મુંબઇ ટોચ પર રહેશે. દિલ્હી 10,800 અવસરો સાથે બીજા સ્થાન પર રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓના પ્રવેશથી રોજગારની નવી તકો ઉભી થશે.