Study Abroad: અભ્યાસ કરવા માટે અને કારકિર્દી બનાવવા માટે વિદેશ જવાને વધારે મહત્વ આપવામાં આવે છે. લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવાનું સપનું જોવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતમાંથી પણ અલગ અલગ દેશોમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવાનું સપનું પૂરું થઈ શકતું નથી કારણ કે તેમને આર્થિક સમસ્યા નડતી હોય છે. જો આર્થિક સમસ્યાના કારણે જ વિદેશમાં ભણવાનું શક્ય બનતું નથી તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો આર્થિક સમસ્યાઓ નડશે નહીં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોની નોકરી પાક્કી


જો કોઈ માતા પિતા પોતાના બાળકોને વિદેશ અભ્યાસ કરવા માટે મોકલવા માંગે છે તો તેના માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. જો ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બાળકને વિદેશ જવામાં આર્થિક સમસ્યા થતી નથી. 


એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ 


આ પણ વાંચો: Hair Mask: વાળને રાખવા હોય રેશમ જેવા મુલાયમ તો ટ્રાય કરો આ 2 માંથી કોઈ 1 હેર માસ્ક


વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓને સરકાર મદદ કરતી હોય છે. સરકાર ઓછા વ્યાજ દર પર એજ્યુકેશન લોનની વ્યવસ્થા કરી આપે છે. આ લોનના માધ્યમથી વિદેશમાં ભણવાનું સપનું પૂરું કરી શકાય છે. આ સિવાય વિદેશની ઘણી કોલેજ સ્કોલરશીપ પણ આપતી હોય છે. સ્કોલરશીપ માટે યોગ્યતા જરૂરી હોય છે. 


આ પણ વાંચો: આ રીતે બનાવશો તો 10 લોકો માટે આલુ પરોઠા બનાવવામાં પણ નહીં આવે કંટાળો, ફટાફટ થશે કામ


યોગ્ય કોર્સની પસંદગી 


જો કોઈ વિદ્યાર્થીને વિદેશમાં ભણવા જવું છે તો તેણે કોર્સની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ. ટેકનોલોજીના આ યુગમાં પરંપરાગત કોર્સને બદલે કંઈક અલગ કે નવું કરશો તો તમને નોકરીમાં પણ સારા ઓપ્શન મળશે અને ભણવામાં પણ લાભ થશે. 


આ પણ વાંચો: વજન ઘટાડવાનો આનાથી સરળ રસ્તો બીજો કોઈ નથી, ડાયટ કે એક્સરસાઈઝ વિના ફટાફટ ઘટે છે વજન


પાર્ટ ટાઈમ જોબ 


વિદેશમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ કામ કરીને ફાઈનાન્સિયલ સપોર્ટ ઉભો કરી શકે છે. વિદેશમાં વિદ્યાર્થીઓને તેમના સમય અનુસાર કામ પણ મળી જાય છે. થોડા કલાકોના કામથી પણ ડોલરમાં કમાણી થઈ જતી હોય છે. વિદેશમાં ભણવા ગયા પછી આ રીતે પાર્ટ ટાઈમ જોબ કરીને વિદ્યાર્થીઓ ત્યાંના ખર્ચાને મેનેજ કરી શકે છે. આમ કરવાથી આર્થિક બોજ પણ વધારે નહીં લાગે.