South Korea Visa : કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે જેવા દેશોમાં ભારતીયોની એટલી સંખ્યા થઈ ગઈ છે કે, હવે ત્યાં ભારતીયોને નોકરી મળવી મુશ્કેલ બન્યું છે. અહી ભરી ભરીને ભારતીયો ઠલવાયા છે, જેને કારણે ડોલર કમાવવાના તેમના સપના ચૂરચૂર થઈ રહ્યાં છે. પરંતું જો તમે નજર દોડવશો તો બીજા પણ અનેક દેશો એવા છે જે ભારતીયોને ખુલ્લા મને વેલકમ કરે છે. આ દેશ છે સાઉથ કોરિયા. આ દેશમાં ભરી ભરીને નોકરીઓ પડી છે, અહી સ્કીલ્ડ વર્કર્સની અછત છે, તેથી સાઉથ કોરિયાએ ઈમિગ્રન્ટ્સ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. એકવાર જો આ દેશમાં પગ મૂક્યો તો તમને ડોલર કરતા પણ વધુ રૂપિયા કમાતા થઈ જશો એની ગેરેન્ટી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ કોરિયાનો હાલ ટ્રેન્ડ ચાલે છે. ત્યાંના સ્ટાર્સ, વેબસીરિઝ, કોસ્મેટિક્સની હાલ ભરપૂર ડિમાન્ડ છે. હાલમાં સાઉથ કોરિયામાં જન્મદર બહુ જ ઓછો છે. જેની સીધી અસર વસ્તી પર પડી છે. યુવાનોની તુલનામાં વૃદ્ધોની વસતી વધતી જાય છે. સાઉથ કોરિયામાં હવે કામ માટે માણસોની જરૂર છે, તેથી હવે આ દેશે એશિયા અને બીજા ખંડના વિદેશી વર્કર્સને આવકારવા માટે ખુલ્લી જાજમ પાથરી દીધી છે. 


કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના


જો તમે સાઉથ કોરિયામાં કામ કરવા માંગતા હોવ તો સમજી લો કે, અહી સ્કીલ્ડ વર્કર્સની ખૂબ ડિમાન્ડ છે. ઈમિગ્રન્ટ્સને બોલાવવા સાઉથ કોરિયાએ પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં પણ ધરખમ ફેરફારો કર્યા છે. પરંતુ એક વસ્તુ ગાંઠ વાળીને સમજી લો કે, જો તમને સાઉથ કોરિયામાં રહેવુ હોય તો અહીની ભાષા આવડવી બહુ જ જરૂરી છે. અહી સાઉથ કોરિયન ભાષાનું બહુ જ મહત્વ છે. જો માત્ર અંગ્રેજીના સહારે તમે આ દેશમાં વસવા માંગતા હશો તો નહિ ચાલે. કોરિયન ભાષા આવડવી જરૂરી છે. 


H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે


કોરિયામાં ટેકનોલોજી સેક્ટરના લોકોની ભરપૂર જરૂરિયાત છે. તેથી કોરિયા સરકારે જણાવ્યું કે E-7-4 વિઝા માટે કોરિયન ભાષા જરૂરી છે. આ વિઝા હેઠળ કોરિયામાં શરૂઆતમાં ત્રણ વર્ષ માટે રોકાઇ શકાય છે અને અનલિમિટેડ સમય માટે રિન્યુઅલ કરી શકાય છે. ઓછામાં ઓછા ચાર વર્ષનો કામનો અનુભવ હોય તેવા લોકોને આ વિઝા મળી શકે છે. તેમજ અસાધારણ લેંગ્વેજ સ્કીલ ધરાવતા હશા તેઓ E-7-4 વિઝામાં સ્વિચ કરી શકશે. જે લોકો કોરિયન ભાષા જાણે છે તેમને ખાસ ઈન્સેન્ટિવ આપવામાં આવશે.


એજન્ટને મૂકો સાઈડમાં, કેનેડાના વિઝા માટે આટલુ કરો તો ઘર બેઠા મળી જશે વિઝા


અને જો તમે સાઉથ કોરિયામાં જ પીઆર મેળવવા માંગતા હોય તો તમને F-5 ટાઈપ વિઝાની ખાસ જરૂર પડશે, અહી વસવાટ માટે આ વિઝા જરૂરી છે. તેના પણ કેટલાક કાયદા છે. જેમ કે, તેમાં તમને 5 લાખ ડોલરનું રોકાણ કરવુ પડે છે. તેમજ પાંચ સ્થાનિક લોકોને બિઝનેસ માટે હાયર કરવા પડે છે. તેમજ કોરિયન સિટીઝન સાથે લગ્ન કરીને પણ તમે સાઉથ કોરિયાના પીઆર મેળવી શકો છો. 


અમેરિકાના H-1B વિઝા મેળવવાના ચક્કરમાં આવી કંપનીઓમાં ન ફસાતા, નહિ તો પસ્તાવો થશે