iPhone નિર્માતા કંપની ભારતમાં લાવી બમ્પર નોકરીઓ! ભારતમાં આ મહિનાથી ફોન બનાવવામાં આવશે
Foxconn એપ્રિલ 2024 થી દેવનાહલ્લીમાં તેના સૂચિત પ્લાન્ટમાં iPhone યુનિટ્સનું ઉત્પાદન શરૂ કરશે. રાજ્ય સરકારે પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે 1 જુલાઈ સુધીમાં કંપનીને જમીન સોંપશે.
Appleના iPhones હવે ટૂંક સમયમાં ભારતમાં જ બનવા જઈ રહ્યા છે. કર્ણાટકના મંત્રી એમ.બી. પાટીલે ગુરુવારે જણાવ્યું હતું કે Foxconn એપ્રિલ 2024 થી દેવનાહલ્લીમાં તેના પ્રસ્તાવિત પ્લાન્ટમાં iPhone યુનીટ્સનું ઉત્પાદન શરૂ કરશે. પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય સરકાર 1 જુલાઈ સુધીમાં કંપનીને જમીન સોંપશે. પાટીલે આ વાત જ્યોર્જ ચુના નેતૃત્વમાં કંપનીના પ્રતિનિધિઓની બેઠક બાદ કરી હતી, જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને બાયોટેકનોલોજી મંત્રી પ્રિયંક ખડગે પણ હાજર હતા.
આ પણ વાંચો:
આ છે દેશની સૌથી સસ્તી Sunroof કાર, CNG ઓપ્શન પણ છે અવેલેબલ
માર્કેટમાં ધૂમ મચાવા આવી ગયો છે Nokia નો Flip Phone, 7,000 માં મેળવો આકર્ષક ફીચર્સ
IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત!
આ રૂ. 13,600 કરોડનો પ્રોજેક્ટ છે જેમાં 50,000 નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. પાટીલે કહ્યું કે, દેવનાહલ્લીમાં ITIRમાં ચિન્હીત 300 એકર જમીન 1 જુલાઈ સુધીમાં સોંપવામાં આવશે. આ સાથે સરકાર 5 એમએલડી પાણી, ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, રોડ કનેક્ટિવિટી અને અન્ય પાયાની સુવિધાઓ આપશે.
પાટીલે જણાવ્યું હતું કે, કંપનીને કર્મચારીઓમાં ઇચ્છિત કૌશલ્ય સેટની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ લાયક ઉમેદવારોને રોજગારીયોગ્ય બનાવવા માટે તાલીમ કાર્યક્રમોની સુવિધા આપવા માટે પગલાં લેવામાં આવશે.
તાઈવાન સ્થિત બહુરાષ્ટ્રીય કંપની ફોક્સકોન કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (KIADB)ને જમીનની કિંમતના 30 ટકા (રૂ. 90 કરોડ) ચૂકવી ચૂકી છે. તેણે ત્રણ તબક્કામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને વાર્ષિક 20 મિલિયન યુનિટ્સનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ પણ વાંચો:
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story!
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
June 2023 Horoscope: આ 4 રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube