Germany skilled worker visa : દર વર્ષે લાખો ભારતીયો સારી લાઈફસ્ટાઈલ અને પગાર માટે વિદેશના દેશો તરફ પ્રયાણ કરે છે. જ્યાં તક મળે છે ત્યાં પહોંચી જાય છે. પરંતું હવે અનેક દેશોમાં પણ નોકરીની અછત સર્જાઈ છે. કેટલાક દેશો વિદેશી નાગરિકો માટે પોતાના દરવાજા બંધ કરી રહ્યાં છે. આ વચ્ચે એક દેશે વિદેશી નાગરિકો માટે પોતાના દરવાજા ખુલ્લા કર્યાં છે. આ દેશ નોકરી પણ આપશે, અને વિઝા પણ આપશે. જેમાં ભારતીયોને પણ ચાન્સ મળી શકે છે. જર્મનીમાં કર્મચારીઓને અછતને પહોંચી વળવા સરકાર વિદેશી વિદ્યાર્થીઓને 3 વર્ષના વિઝા અને નોકરી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ જર્મની દેશ ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. એમ કહો કે, દેશ પર મોટું સંકટ આવી ચઢ્યું છે. આ સમસ્યા કર્મચારીઓની અછતની છે. હાલ દેશ પાસે સ્કીલ્ડ કર્મચારીઓની તંગી છે. જે માટે તેણે વિદેશનો લોકોને આવકાર આપ્યો છે. એક આંકડા અનુસાર, જર્મનીને 2035 સુધીમાં 70 લાખ સ્કીલ્ડ વર્કરની જરૂર છે. 


કયા કયા સેક્ટરમાં નોકરીની જરૂર
નોકરીની વાત કરીએ તો, નર્સિંગ, ફૂડ એન્ડ બેવરેજિસ કંપનીઓ, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને આઈટી સેક્ટરમાં કર્મચારીઓની સૌથી વધુ અછત છે. 


કોને તક મળશે
જર્મનીએ આવા લોકો માટે ઓર્પોચ્યુનિટી કાર્ડ રજૂ કર્યું છે. આ કાર્ડ બહારના દેશોના લોકોને જર્મનીમાં રહેવાની અને ત્યાં એક વર્ષ સુધી નોકરી શોધવાની મંજૂરી આપે છે. 


કેવી રીતે મળશે ઓપોર્ચ્યુનિટી કાર્ડ


  • 2 વર્ષની વ્યવસાયિક તાલીમ અથવા માન્ય ડિગ્રી હોવી જરૂરી છે. જર્મન અથવા અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે

  • એક વર્ષ રહેવા માટે લગભગ 12000 યુરો હોવા જોઈએ

  • જર્મન ભાષાનું બેઝિક જ્ઞાન જરૂરી છે