નવી દિલ્હીઃ બેંકના વિવિધ વિભાગોમાં સતત ભરતી પ્રકિયા કરવામાં આવતી હોય છે.  IDBIમાં સહાયક મેનેજર માટે કુલ 650 જગ્યાઓમાં ભરતી કરવામાં આવી છે. કોરોનાના કપરા સમયમાં IDBIમાં  મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનો માટે આ સારી તક કહી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કરી શકશો અરજી
IDBIમાં જોડાવવા માગતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ https://www.idbibank.in/ પર અરજી કરી શકશે તારીખ 10 -08-2021 થી 22-08-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે.


 ઉમેદવારની પસંદગી પ્રકિયા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Gujcet ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને થશે બે માર્કસની લ્હાણી
 
વય મર્યાદા
IDBIમાં જોડાવવા માગતા ઉમેદવારોની વય 21 વર્ષથી લઈને 28 વર્ષ સુધી હોવી જોઈએ. જ્યારે વય મર્યાદામાં છૂટ સંબંધિત વધુ જાણકારી તમને નોટિફિકેશનમાંથી મળી જશે.


લાયકાત
IDBIમાં સહાયક મેનેજર તરીકે જોડાવવા માગતા ઉમેદવાર સ્નાતક ધરાવતા હોવા જોઈએ. સ્નાતકમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ. જ્યારે SC/ST/PWD કેટેગરીના ઉમેદવારને 55 ટકા મેળવેલા હોવા જોઈએ.


પરીક્ષા ફી
SC/ST/PWDના ઉમેદવારોને 200 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોને 1000 રૂપિયા ભરવાના રહેશે. ફીને ઓનલાઈન ભરી શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube