દુનિયાની સૌથી શાનદાર કંપનીમાં બનાવો કરિયર! કેવી રીતે કરશો અરજી? જાણો છેલ્લી તારીખ
Google Internship: ગૂગલમાંથી કરિયર શરૂ કરવાનું વિચારી રહેલા ઉમેદવાર ઈન્ટરશિપ માટે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ જરૂરી લાયકાતની માહિતી મેળવવી જોઈએ અને પછી તે મુજબ ફોર્મ ભરવું જોઈએ.
Google Internship 2025: મોટા ભાગના યુવાનો વિશ્વની પ્રખ્યાત મલ્ટીનેશનલ કંપની ગૂગલમાં નોકરી મેળવવા ઈચ્છે છે. જો તમે પણ અહીંથી તમારી કારકિર્દી શરૂ કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. ખરેખર, ગૂગલે ઈન્ટર્નશિપ માટે અરજીઓ મંગાવી છે, જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગૂગલની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ ઇન્ટર્નશિપની શરૂઆત જાન્યુઆરી 2025થી શરૂ થશે. ઉમેદવારો અહીં આપેલા સરળ સ્ટેપ્સને ફોલો કરીને અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા એલિજિબિલિટી જરૂર ચેક કરો.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
Google તરફથી પીએચડી વિદ્યાર્થીઓને સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ ઓફર કરી રહ્યું છે, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2025 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ google.com/about/careers પર જઈને અરજી કરી શકે છે.
સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ
માહિતી અનુસાર આ એક પેઇડ ઇન્ટર્નશિપ છે, જે 12 થી 14 અઠવાડિયા સુધી ચાલશે. આ ઇન્ટર્નશિપ દરમિયાન ઉમેદવારોને પડકારરૂપ તકનીકી પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે. ઇન્ટર્નશીપ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને તેમના મનપસંદ શહેરો- બેંગલુરુ, કર્ણાટક, હૈદરાબાદ, તેલંગાણામાં ઇન્ટર્નશીપ કરવાની તક મળશે.
ઇન્ટર્નશિપ માટે જરૂરી લાયકાત
સૉફ્ટવેર એન્જિનિયરિંગ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સૉફ્ટવેર ડેવલપમેન્ટ અથવા સંબંધિત તકનીકી ક્ષેત્રમાં પીએચડી ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં કામનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે. જ્યારે, અરજદારોએ ઓછામાં ઓછી એક ભાષામાં કોડિંગ જાણવું જોઈએ: C/C++, Java અથવા Python.
ગૂગલ ઇન્ટર્નશિપ માટે આવી રીતે કરો ઓનલાઈન અરજી
- સૌથી પહેલા ગૂગલ કેરિયર્સની ઓફિશિયલ વેબસાઈટ google.com/about/careers પર જાઓ.
- અહીં 'Software Engineering Intern, PhD, Summer 2025' પર ક્લિક કરો અને માંગવામાં આવેલી માહિતી ભરો.
- ત્યારબાદ, 'રિઝ્યૂમે' વિભાગમાં તમારો અપડેટેડ CV અથવા બાયોડેટા એટેચ કરો.
- હવે તમારે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જરૂરી ફીલ્ડ્સ ભરવાનું રહેશે અને ડિગ્રી સ્ટેટસમાં 'Now Attending' પર ક્લિક કરવું પડશે.
- એક ઓફિશિયલ ટ્રાન્સક્રિપ્ટ અપલોડ કરો અને એકવાર પૂર્ણ થયેલ અરજી ફોર્મને ક્રોસ ચેક કરો.
- ત્યારબાદ અરજી સબમિટ કરો.