છટણી બાદ ગૂગલમાં બમ્પર ભરતી! કંપનીને આ કર્મચારીઓની સૌથી વધુ જરૂર; મળશે લાખોનો પગાર
Google India એ LinkedIn પર ઘણી પોસ્ટ માટે વેકેન્સીની જાહેરાત કરી છે. હવે પિચાઈએ કહ્યું તેમ, છટણીથી પ્રથમ અસરગ્રસ્ત અમેરિકન કામદારો હશે. અન્ય બજારોમાં નોકરીમાં કાપ આવવાનો બાકી છે. એટલે કે ભારતમાં હજુ છટણી થવાની બાકી છે.
ગૂગલ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં કંપનીએ કુલ વર્ક ફોર્સમાં 6 ટકાનો ઘટાડો કર્યો છે. એટલે કે 12 હજાર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. જે બાદ ટેકની દુનિયામાં તો જાણે ભૂકંપ આવી ગયો છે. છટણી કર્યા પછી, ઘણા ભૂતપૂર્વ કર્મચારીઓએ LinkedIn પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. Google India એ LinkedIn પર ઘણી નોકરીની ખાલી જગ્યાઓ માટે પોસ્ટ કરી છે. પિચાઈએ કહ્યું તેમ, છટણીથી પ્રથમ અસરગ્રસ્ત અમેરિકન કામદારો હશે. અન્ય બજારોમાં નોકરીમાં કાપ આવવાનો બાકી છે. એટલે કે ભારતમાં હજુ છટણી થવાની બાકી છે.
ભારતમાં પણ થશે છટણી
પીચાઈને કર્મચારીઓને પહેલેથી જ કર્મચારીઓને છટણી અંગે ઈમેઈલ મોકલી દીધો છે. અન્ય દેશોમાં સ્થાનિક કાયદાઓ અને પ્રથાઓને કારણે આ પ્રક્રિયામાં વધુ સમય લાગશે.
આ પણ વાંચો:
કેમ દર વર્ષે માત્ર 180 IASની જ થાય છે પસંદગી, જાણો આ પાછળનું કારણ
BCCI ની સામે ઝુકવા મજબૂર થયું પાકિસ્તાન, એશિયા કપનું આયોજન બહાર કરાવવા તૈયાર
18 ફેબ્રુઆરીએ આફ્રિકાથી આવશે 12 ચિત્તા, C-17 વિમાન ભારતથી થયું રવાના
ગૂગલે બમ્પર નોકરીઓ કાઢી
કંપની ટૂંક સમયમાં ભારતમાં છટણી કરવાનું શરૂ કરે તેવી અપેક્ષા છે, તેણે LinkedIn પર ઘણી નોકરીઓ પોસ્ટ કરી છે. મેનેજર, સ્ટાર્ટઅપ સક્સેસ ટીમ, એમ્પ્લોયી રિલેશન્સ પાર્ટનર, સ્ટાર્ટઅપ સક્સેસ મેનેજર, ગૂગલ ક્લાઉડ, વેન્ડર સોલ્યુશન્સ કન્સલ્ટન્ટ, ગૂગલ ક્લાઉડ, પ્રોડક્ટ મેનેજર, ડેટાબેઝ ઇનસાઇટ્સ જેવી ઘણી જગ્યાઓ પર વેકેન્સી પડી છે. આ નોકરીના સ્થાનો હૈદરાબાદ, બેંગલુરુ અને ગુરુગ્રામ સહિત સમગ્ર Google ઑફિસ છે.
ગૂગલની છટણીથી 12000 લોકોને થશે અસર
કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ છટણીની સંપૂર્ણ જવાબદારી લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે માંગ વધુ હતી ત્યારે કંપનીએ રોગચાળા દરમિયાન ઓવરહાયર કર્યું હતું. પરંતુ હવે કર્મચારીઓની સંખ્યા જરૂરિયાત કરતાં વધુ થઈ ગઈ છે. જોકે, ગુગલના કર્મચારીઓ છટણીની આ રીતથી ખુશ નથી.
આ પણ વાંચો:
દેશનાં બે શહેરોમાં ડ્રોનથી દવાની ડિલીવરીનાં શ્રી ગણેશ, ડ્રોન કેમ છે આશીર્વાદ સમાન?
રાશિફળ 17 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો પર આજે માતા લક્ષ્મીની અઢળક કૃપા વરસશે
સ્પેનમાં મહિલાઓ પીરિયડ્સ દરમિયાન લઈ શકશે રજા, કાયદાને લાગૂ કરનાર પ્રથમ યુરોપીયન દેશ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube