કેલિફોર્નિયાઃ ટેક કંપનીઓમાં મનુષ્યોની નોકરી બાદ હવે રોબોટની નોકરી પણ જઈ રહી છે. સાંભળીને ભલે તમને ચોંકાવનારૂ લાગી રહ્યું હોય પરંતુ ખરેખર આવી ઘટના બની છે. દિગ્ગજ ટેક કંપની ગૂગલે હવે એક રોબોટને નોકરીમાંથી કાઢી મુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રોબોટ કંપનીના કાફેટેરિયાને સાફ કરવા માટે ઉપયોગ કરે છે. ગૂગલના આ પગલા બાદ ચર્ચાનો દોર તેજ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ગૂગલ, એમેઝોન, મેટા સહિતની ઘણી ટેક કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.


હવે રોબોટની નોકરી ગઈ
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ (Alphabet)એ એક્સપરિમેન્ટ ડિપાર્ટમેન્ટ Everyday Robots પર ફુલ સ્ટોપ લગાવી દીધો છે. મતલબ કંપનીએ આ પ્રોગ્રામને બંધ કરી દીધો છે. 200ની ટીમ આ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહી હતી. આ ટીમ આશરે 100 સિંગલ આર્મ રોબોટ્સને ટ્રેન કરવા અને ડેવલપ કરવાનું કામ કરી રહી હતી. જ્યારે આ રોબોટ્સની ટ્રેનિંગ પૂર્ણ થઈ જતી હતી, ત્યારે તે પોતાનું કામ ખુબ સારી રીતે સમજતા અને કરતા હતા. 


આ પણ વાંચોઃ અમદાવાદ ઓએનજીસીમાં 56 પદો પર ભરતી, મહિને મળશે આટલો પગાર, જાણો તમામ વિગત


ખર્ચા ઓછા કરવા માટે છટણી
રિપોર્ટ પ્રમાણે કંપની સતત પોતાના ખર્ચમાં ઘટાડો કરી રહી છે. આ રોબોટ્સના મેઈન્ટનેન્સ પર મોટો ખર્ચ કરવો પડતો હતો. એક રોબોટ પર કંપનીને હજારો ડોલરનો ખર્ચ કરવો પડતો હતો. તેના કારણે કંપનીએ આ પગલું ભર્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપનીના માર્કેટિંગ ડાયરેક્ટર ડિનીશ ગામ્બોઆએ તેની જાણકારી આપતા કહ્યું કે હવે એવરીડે રોબોટ અલગ પ્રોજેક્ટ નથી. કેટલીક ટેક્નોલોજી અને લોકોને ગૂગલ રિસર્ચના રોબોટિક અભિયાનોમાં સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે કંપનીએ તાજેતરમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube