નવી દિલ્લીઃ કોરોના કાળમાં સરકારી નોકરી વાંચ્છુકો માટે એક સારા સમાચાર છે. સરકારે પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પાડી છે. જેમાં ધોરણ-10 પાસ ઉમેદવારો માટે ઉત્તમ તક છે. ભારત સરકારે પોતાના હસ્તકની પોસ્ટ સર્વિસ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ઈન્ડિયન પોસ્ટ સર્વિસે ધોરણ 10 પાસ ઉમેદવાર માટે બંપર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયા પોસ્ટના બિહાર સર્કલના ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 1940 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 27 એપ્રિલથી શરુ થઇ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ appost.in દ્વારા 26 મે સુધી અપ્લાય કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય બોર્ડમાં મેથ્સ, સ્થાનિક ભાષા અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ.


ઉંમર
આ જગ્યા માટે અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.


ભરતીની સંખ્યા- 1940
UR-903, EWS-146, OBS-510, PWD-A-12, PWD-B-05, PWD-C-23, PWD-DE-02, SC-294 અને ST કેટેગરી માટે 45 જગ્યાઓ પર ભરતી કરવાની છે.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે.


સેલરી
ઉમેદવારને દર મહીને 10 હજાર રૂપિયાથી લઈને 14,500 રૂપિયાનો પગાર મળશે.


મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 27 એપ્રિલ
અપ્લાય કરવાની છેલ્લી તરીખ: 26 મે


આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 26 મે સુધી https://indiapost.gov.in કે https://appost.in/gdsonline દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: