Sarkari Naukri: BHEL માં પરીક્ષા વગર નોકરીની શાનદાર તક, જો આ યોગ્યતા હશે તો પગાર મળશે 2,60,000 રૂપિયા
Sarkari Naukri 2024: જે યુવાઓ સરકારી નોકરીના સપના જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. બીએચઈએલમાં નોકરીની સારી તક છે.
Sarkari Naukri 2024: જે યુવાઓ સરકારી નોકરીના સપના જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. બીએચઈએલમાં નોકરીની સારી તક છે. ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ ઈલેક્ટ્રોનિક્સ ડિવિઝન, બેંગ્લુરુમાં સીનિયર એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર અને સીનિયર મેનેજરના પદો માટે વેકેન્સી કાઢી છે. લાયકાત ધરાવતા જે પણ ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ ભેલની અધિકૃત વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકે છે. ભેલમાં આ જગ્યાઓ માટે અરજી કરવા માટે હવે ઝૂઝ દિવસો બાકી છે. તો આ તક જવા દેતા નહીં.
ક્યાં સુધી કરી શકાશે અરજી
અરજી કરવા માટેની લિંક careers.bhel.in પર 11 માર્ચથી એક્ટિવ થયેલી છે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. તમે બીએચઈએલના આ પદો પર ભરતી માટે શૈક્ષણિક યોગ્યતા, આવેદન પ્રક્રિયા, ઉંમર મર્યાદા, પસંદગીની પ્રક્રિયા સંબંધિત સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.
કયા પદો માટે કેટલી જગ્યા
પદ જગ્યા
સીનિયર એન્જિનિયર 19
ડેપ્યુટી એન્જિનિયર 10
સીનિયર મેનેજર 04
શૈક્ષણિક લાયકાત
ભારત હેવી ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં આ પદો પર ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો અહીં અરજી કરવા માટે કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાન BE/B.Tech/B.Sc Engg હોવું જરૂરી છે. વધુ જાણકારી માટે એકવાર અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
ઉંમર મર્યાદા
આ પદો માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 32 વર્ષ હોવા જોઈએ. જ્યારે સીનિયર મેનેજરના પદો માટે વધુમાં વધુ ઉંમર 42 વર્ષ નિર્ધારિત કરાઈ છે. આ સાથે જ અભ્યર્થીને એજ રિલેક્સેશનના આધારે મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટ પણ મળી શકે છે.
અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો
નોટિફિકેશન માટે આ લિંક પર ક્લિક કરો
અરજી ફી
ઉમેદવાર જે પણ યુઆર/ઈડબલ્યુએસ/ઓબીસી કેટેગરીમાંથી આવતા હશે તેમણે અરજી ફી તરીકે 400+ 18 ટકા જીએસટી એટલે કે કુલ 472 રૂપિયા આપવા પડશે. જ્યારે એસસી/એસટી/પીડબલ્યુડી/ભૂતપૂર્વ સૈનિક કેટેગરીવાળાએ 400 + 18% એટલે કે 472 રૂપિયા અરજીફી ભરવી પડશે.
પસંદગી પ્રક્રિયા
ભેલમાં જગ્યા માટે અરજી કરનારાઓની પસંદગી ઈન્ટરવ્યુના આધારે થશે. આ માટે શોર્ટલિસ્ટ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે.
પગાર
જે ઉમેદવારની પસંદગી થશે તેમના માટે પગાર ધોરણ નીચે મુજબનું રહેશે
પોસ્ટ પગાર ધોરણ
Senior Engineer- E2 70,000- 2,00,000
Deputy Manager- E3 80,000-2,20,000
Senior Manager- E5 1,00,000- 2,60,000