India Post GDS REcruitment 2023: ભારતીય પોસ્ટ વિભાગમાં ગ્રામીણ પોસ્ટ સેવક (GDS) ની 40 હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પદો પર ભરતી માટે 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. જે  ઉમેદવાર પોસ્ટ વિભાગમાં ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેઓ અધિકૃત વેબસાઈટ indiapostgdsonline.gov.in પર બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન ચેક કરી શકો છો અને ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે જરૂરી ડેટ્સ
10મું પાસ યુવાઓ માટે સરકારી નોકરી મેળવવા માટે આ શાનદાર તક છે. બહાર પડેલા નોટિફિકેશન મુજબ પોસ્ટ વિભાગમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM), પદો પર કુલ 40,889 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. ઓનલાઈન અરજી 27 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2023 છે. ફી જમા કરવાની લાસ્ટ ડેટ પણ 16 જાન્યુઆરી છે. જ્યારે અરજીમાં કરેક્શનની લિંક 17થી 19 ફેબ્રુઆરી વચ્ચે લાઈવ હશે. 


રેલવેમાં 1785 જગ્યાઓ પર બમ્પર ભરતી, બસ માત્ર કરવું પડશે આ કામ, સંપૂર્ણ વિગતો જાણો


દેશની આ બેંકમાં આવી નોકરીની બમ્પર તક, મહિને 80,000 થી વધુ પગાર મળશે


કોલેજ જવાની જરૂર નથી! 12મા ધોરણ પછી આ 3 ડિપ્લોમાં કોર્સ અપાવશે લાખોમાં પગાર...


આ છે નિર્ધારિત યોગ્યતાઓ
ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી માટે ઉમેદવારો કોઈ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડથી ધોરણ 10 પાસ હોવા જોઈએ. ઉમેદવારને ગણિત અને અંગ્રીજી વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. જો કે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી માપદંડો મુજબ ઉંમર મર્યાદામાં છૂટ પણ મળશે. બિનઅનામત કેટેગરી માટે અરજી ફી 100 રૂપિયા છે જ્યારે અનામત કેટેગરી અને મહિલા ઉમેદવારો માટે અરજી વિનામૂલ્યે કરી શકાશે. અધિકૃત નોટિફિકેશન જોવા માટે કરો ક્લિક....


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube