Indian Army Recruitment 2024: જો તમે કમ્પ્યુટરમાં અને તેજ દિમાગ ચલાવવામાં માસ્ટર છો તો ભારતીય સેનામાં નોકરી (Sarkari Naukri) તમારી રાહ જોઈ રહી છે. ભારતીય સેનાએ ટેરિટોરિય આર્મીના અનુસંધાને કેટલાક પદો પર સરકારી નોકરીની જાહેરાત કરી છે. આ પદ માટે તમે લાયકાત ધરાવતા હો તો ટેરિટોરિયલ આર્મીની ઓફિશિયલ વેબસાઈટ jointerritorialarmy.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છે. સેનાએ આ માટે અરજીઓ મગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેરિટોરિયલ આર્મીની આ ભરતી દ્વારા અધિકારીઓની જગ્યાઓ ભરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર જે આર્મીમાં ઓફિસર બનવા ઈચ્છે છે તે 12 સપ્ટેમ્બર કે તે પહેલાં આ નોકરી માટે અરજી કરી શકે છે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છો, તો નીચે આપેલી વિગતોને ધ્યાનથી વાંચો.


વય મર્યાદા-
જે લોકો ભારતીય સેના હેઠળ ટેરિટોરિયલ આર્મીની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની ઉંમર 18 વર્ષથી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


અરજી કરવાની પાત્રતા-
ટેરિટોરિયલ આર્મીની આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સાયબર સિક્યોરિટી/કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોવી આવશ્યક છે.


કેટલો મળશે પગાર-
ટેરિટોરિયલ આર્મીની આ ભરતી દ્વારા આ પોસ્ટ્સ માટે પસંદ કરાયેલા કોઈપણ ઉમેદવારને 2.17 લાખ સુધીનો પગાર આપવામાં આવશે.


આ રીતે સિલેક્શન થશે-
ટેરિટોરિયલ આર્મીની આ જગ્યાઓ માટે અરજી કરનાર કોઈપણ ઉમેદવારની પસંદગી દસ્તાવેજોની ચકાસણી, લેખિત પરીક્ષા, પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. આ પછી સાયબર સુરક્ષા અને સાયબર લો જેવા વિષયોને આવરી લેતી લેખિત પરીક્ષા થશે. આ પાસ કર્યા પછી તમારે પ્રેક્ટિકલ પરીક્ષા આપવી પડશે. તમારે પછીથી ઇન્ટરવ્યુ માટે હાજર થવું પડશે.